દીકરી પ્રેમમાં અંધ થઈને પાકિસ્તાન જતી રહી, પિતાએ રોષ ઠાલવ્યો

અંજૂ ઇસ્લામ ધર્મ અપનાવી પાકિસ્તાન પહોંચી ગઈ, પિતાએ કહ્યું તે અમારા માટે મરી ગઈ

by Dhwani Modi
Anju-Nasrullah love story, News Inside

Anju-Nasrullah love story| રાજસ્થાનના અલવરની અંજૂએ પાકિસ્તાનના નસરુલ્લાહ સાથે નિકાહ કર્યાના સમાચારથી સમગ્ર પરિવારમાં માતમ જેવો માહોલ સર્જાયો છે. અંજૂના પિતા ગયાપ્રસાદે તો એટલે સુધી કહી દીધું કે, પાકિસ્તાનમાં નિકાહ કર્યા બાદ અંજૂ મારા પરિવાર માટે મરી ગઈ છે. પાકિસ્તાનમાં અંજૂના નસરુલ્લાહ સાથે નિકાહ કર્યાના સમાચાર સામે આવ્યા બાદ અંજૂના પિતા આઘાતમાં છે. પિતા ગયા પ્રસાદ એટલા નારાજ છે કે, તેમણે એમ પણ કહી દીધું કે, અંજૂ હવે તેમના માટે મરી ચુકી છે. તેઓ અંજૂનું નામ પણ નથી જાણતા. ગયા પ્રસાદે કહ્યું કે, જ્યારે દીકરી જ દેશથી બહાર જતી રહી છે તો, હવે તેનો મારી સાથે કોઈ સંબંધ રહ્યો નથી.

પિતાનું કહેવું છે કે અંજૂનો ઈસ્લામ ધર્મ અપનાવવું મારા માટે અંતિમ સંસ્કાર બરાબર છે. અંજૂના પિતા ગયા પ્રસાદના જણાવ્યા મુજબ જ્યારે અંજૂએ તેનું નામ બદલી નાખ્યું છે, તેણે પોતાનો પતિ બદલી નાખ્યો. પોતાનો ધર્મ બદલી નાખ્યો, પોતાનો દેશ બદલી નાખ્યો તો પછી તેની સાથે અમારે કોઈ સંબંધ નથી રહ્યો. હવે તો અમે વિચારીએ છીએ કે તે મરી ગઈ છે.

ગયા પ્રસાદ થોમસ પોતાની દીકરી અંજૂના આ કૃત્યથી દુખી છે, કારણ કે તેણે ક્યારેય પરિવારને એ ન જણાવ્યું કે, તે પાકિસ્તાન જવાનું મન મનાવી ચુકી છે. તેમનું કહેવું છે કે, “અંજૂએ બાળકો વિશે વિચાર્યુ હોત તો ઘરમાંથી બહાર જ ન જતી. તે પોતાના બાળકોને છોડતી જ નહીં. કોઈ પશુ-પક્ષી પણ પોતાના બચ્ચાને છોડતા નથી, આપણે તો માણસ છીએ. ગાય નાના બાળકોને જોઈ દુખી થતાં દોડતી આવે છે. જાનવરોને પણ પોતાના બાળકોથી પ્રેમ હોય છે. જો અંજૂને પોતાના બાળકો સાથે પ્રેમ થયો હોત તો તે આ પગલું ક્યારેય ન ભરતી. અંજૂને પોતાના બાળકો સાથે પ્રેમ જ નથી, બાળકોની ચિંતા જ નથી, તો પછી તેના માટે અમારા દિલમાં કોઈ જગ્યા નથી.”

અંજૂના પિતાએ જણાવ્યું છે કે, “અંજૂએ પોતાના બાળકો માટે એક ક્ષણ પણ વિચાર્યું નથી. અંજૂ તો પોતાની 14 વર્ષની દીકરી અને 5 વર્ષના દીકરાને તરછોડીને જતી રહી છે. પણ તેના બાળકોના દિલ પર શું વિતી રહ્યું છે, એ વાત તે નથી જાણતી.” ગયા પ્રસાદે જણાવ્યું કે, “અંજૂનો 5 વર્ષનો દીકરો તો એ પણ નથી જાણતો કે, તેની માતાએ શું કર્યું છે.” દીકરો વારંવાર પુછતો રહે છે કે, તેની માતા ક્યાં ગઈ છે, ક્યારે આવશે. 5 વર્ષના દીકરાને બસ એટલી ખબર છે કે, તેની માતા કોઈક બહેનપણીને મળવા ગઈ છે. પિતા કહે છે કે, માતાના અચાનક ચાલ્યા જવાથી દુ:ખી બાળકના મનને ઠેસ ન પહોંચે, એટલા માટે તેને ટીવી અને મોબાઈલના સમાચારથી દૂર રાખવામાં આવે છે.

ભારત સરકારને અપીલ કરીશ કે અંજૂને પાછી ન આવવા દે: દુઃખી પિતા
ગયા પ્રસાદ થોમસ, અંજૂ પાકિસ્તાનથી ભારત પરત ફરે તેના વિરુદ્ધમાં છે. તેમનું કહેવું છે કે, જ્યારે અંજૂએ લગ્ન કરી જ લીધા છે, તો ભારત સાથે તેનો સંબંધ ખતમ થઈ જાય છે. અમે તો કહીશું કે તે ક્યારેય ભારતમાં પાછી ન આવે. અમે તો સરકારને અપીલ કરીશું કે તેને ભારતમાં પાછી આવવા જ ન દે. તેને પાકિસ્તાન પાછી મોકલવાની અપીલ કરીશ. તેમના જણાવ્યા મુજબ, અંજૂનો ધર્મ બદલાઈ ગયો છે, નામ બદલાયું, પતિ બદલાઈ ગયો, બધું બદલાઈ ગયું તો હવે અમે તેને પાછા આવવા માટે નહીં કહીએ.

35 વર્ષ પહેલા પિતાએ ધર્મ બદલ્યો અને હવે અંજૂએ
અંજૂના પિતા ગયા પ્રસાદ મૂળ મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાના વતની છે. ગયા પ્રસાદે લગભગ 35 વર્ષ પહેલા હિન્દુ ધર્મ છોડીને ઈસાઈ ધર્મનો અંગીકાર કરી લીધો હતો. ત્યાર બાદ તેઓ ગ્વાલિયર જિલ્લાના ટેકનપુરમાં આવીને રહેવા લાગ્યા હતા. ટેલરિંગનું કામકાજ છોડીને ગયા પ્રસાદ પોતાની દુનિયામાં મસ્ત રહેતા હતા. પણ હવે 35 વર્ષ બાદ ગયા પ્રસાદની દીકરીએ ઈસાઈ ધર્મ છોડીને ઈસ્લામ ધર્મ અપનાવી લીધો છે. તેને તો ફક્ત ધર્મ નહીં પણ દેશ પણ બદલી નાખ્યો છે.

Related Posts