લાઈસન્સ બનાવવું હોય કે પછી સ્કૂલમાં એડમિશનલેવું હોય, હવે એક જ ડોક્યુમેન્ટથી બધા કામ

by Dhwani Modi
લાઈસન્સ બનાવવું હોય કે પછી સ્કૂલમાં એડમિશનલેવું હોય, હવે એક જ ડોક્યુમેન્ટથી બધા કામ

લોકસભામાં સરકારે બુધવારે જન્મ અને મૃત્યુની નોંધણી અંગે સુધારા બિલ 2023 (Registration of Births and Deaths (Amendment) Bill, 2023) રજૂ કર્યું હતું. આ બિલ એક જ દસ્તાવેજથી જન્મ પ્રમાણપત્રનો એકથી વધુ હેતુઓ માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે બુધવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વતી આ બિલ લોકસભામાં રજૂ કર્યું હતું.

જો આ વિધેયક પસાર થઈ જાય તો સ્કૂલ-કોલેજમાં એડમિશન, ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા, મતદાર યાદી, આધાર નંબર, લગ્નની નોંધણી કે સરકારી નોકરીમાં નિમણૂક માટે જન્મ પ્રમાણપત્રનો એક જ દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવાની છૂટ મળશે.

જન્મ અને મૃત્યુની નોંધણી સુધારા બિલ 2023 નોંધાયેલ જન્મ અને મૃત્યુનો રાષ્ટ્રીય અને રાજ્ય-સ્તરનો ડેટાબેઝ બનાવવામાં પણ મદદ કરશે જે જાહેર સેવાઓ અને સામાજિક લાભો અને ડિજિટલ નોંધણીની કાર્યક્ષમ અને પારદર્શક ડિલિવરી સુનિશ્ચિત કરશે.

બિલની રજૂઆત કરતા રાયે જણાવ્યું હતું કે જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969 (1969નો 18) (અધિનિયમ) જન્મ અને મૃત્યુની નોંધણીના નિયમન માટે અને તેની સાથે જોડાયેલ બાબતો માટે ઘડવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ અધિનિયમની રચના થઈ ત્યારથી અત્યાર સુધી તેમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી.

Related Posts