જૂનાગઢ જતો રૂ.34 લાખનો દારૂ લીંબડી નજીક દૂધ વાહનમાંથી SMCએ પકડી પાડ્યો

by Dhwani Modi

રાજસ્થાનથી દારૂ શહેરો અને જિલ્લામાંથી સલામત રીતે પસાર થાય છે અને જ્યાં પહોંચાડવાનો હોય ત્યાં પહોંચાડવામાં પણ આવે છે. રાજસ્થાનથી દૂધ વાહનનું બોર્ડ લાગવુંને નીકળેલા ટ્રકમાં લીંબડી ચોકડી પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ 34 લાખનો દારૂ પકડી પડ્યો હતો.

બૂટલેગરો વારંવાર અનેક કીમિયાઓ અપનાવીને દારૂની ખેપ મારતા હોય છે. એમાં આ વખતે દૂધ વાહનમાં જે રીતે કોલ્ડ સ્ટોરેજ માટેની વ્યવસ્થા કરી હોય તેવું ખાનું બનાવી દારૂ સંતાડ્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનથી દારૂ ભરેલી એક ટ્રક લીંબડી ચોકડી પાસેથી પસાર થવાની છે. તરત જ, ટીમે દરોડો પાડીને ટ્રક અટકાવી તપાસ કરતા ટ્રક પર દૂધવાહન લખ્યું હતું અને આ ટ્રકમાં જ દૂધના વાહન માફક કોલ્ડ સ્ટોરેજના ખાના મળી આવ્યા હતા. જેમાં વિલાયતી દારૂની 8396 બોટલો જેની કિંમત 34.12 લાખ થાય છે તે કબ્જે લીધી હતી અને ટ્રકના ડ્રાઇવરને ઝડપી લીધો હતો. પૂછપરછ કરતા જાણી શકાયું હતું કે આ દારૂનો જથ્થો જૂનાગઢ પહોંચાડવાનો હતો. જૂનાગઢ પહોંચતાં જ બીજો માણસ આવીને ટ્રક લઇ જવાનો હતો. હવે તેમની આ અંગે તપાસ ચાલી રહી છે.

Related Posts