જન્મદિવસ જ બન્યો અંતિમદિવસ, હાર્ટ અટેકે વધુ એક ભોગ લીધો

રાજકોટની 36 વર્ષની મહિલાને આવ્યો હાર્ટ અટેક, સારવાર મળતા પહેલા જ મળ્યું મોત

by Dhwani Modi
A lady died by heart attack, News Inside

Heart Attack| ગુજરાતના રંગીલા રાજકોટમાં હાર્ટ એટેકથી મોતના સિલસિલામાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતના આ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના અને યુવા વયના લોકોનું હાર્ટ એટેકથી મોત થઇ રહ્યું છે. ત્યારે રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક મૃત્યુ નીપજ્યું છે. 36 વર્ષીય પિરણીતાને તેના જન્મદિવસે જ હાર્ટએટેક આવ્યો હતો. હૃદયના હુમલા બાદ મોત થતા મહિલાના પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો છે.

રાજકોટ શહેરમાં ફરી હાર્ટએટેકથી થયેલ મોતની ઘટના બની છે. જાણીતા ડીજે ધર્મેશભાઈ રાઠોડ ઉર્ફે અક્કીના પત્ની નિશિતાબેન ઘરમાં રોટલી બનાવતા હતા. ત્યારે અચાનક તેમની તબિયત ખરાબ થઈ હતી અને બેભાન થઇ ગયા હતા. પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતું સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. દુખની વાત તો એ છે કે, નિશિતાબેનનો 36મો જન્મદિવસ હતો, ઘરમાં ખુશીનો માહોલ હતો, પરંતું જન્મદિને જ તેમનું મૃત્યુ થતા રાઠોડ પરિવારમાં ભારે કલ્પાંત છવાયો છે. નિશિતાબેનના મોતથી તેમની બે માસુમ દીકરીઓએ માતાની છત્ર છાયા ગુમાવી છે. પરંતું રાજકોટમાં હાર્ટ એટેકથી મૃત્યુના વધતા કિસ્સા ચિંતા જગાવી રહ્યાં છે.

જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળ્યું કે, નીશિતાબેનની ગર્ભાશયની કોથળી ફાટી જતા હદયરોગનો હુમલો આવવાથી મોત થયુ હતું. તેમજ નિશિતાબેનને અન્ય કોઈ બીમારી ન હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું હતું. આમ, નીશિતાબેનનો જન્મદિવસ તેમનો અંતિમ દિવસ બન્યો હતો.

વર્તમાન જીવનશૈલીને કારણે નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી આ સમસ્યાની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબર જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે, તેમને હાઈ બ્લડ પ્રેશર છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વર્ષની વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.

હાર્ટ એટેકના ખતરાથી દૂર રહેવા શું કરવું જોઈએ
તણાવમુક્ત રહો
સક્રીય રહો
રેસ્ટોરન્ટના ખોરોકથી દૂર રહો, અને આરોગ્યપ્રદ ખોરાક લો
કસરત કરો

Related Posts