ઝારખંડમાં તાજીયા જુલૂસમાં બ્લાસ્ટ થતા 4ના મોત અને 9 લોકો ગંભીર ઈજાગ્રસ્ત

મહોરમ પર તાજીયા જુલૂસ હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતા દુર્ઘટના સર્જાઈ હતી

by Dhwani Modi
Blast at taziya procession, News Inside

Bokaro, Jharkhand| આજે મુસ્લિમ સમુદાય દ્વારા મોહરમ પર દેશભરમાં શોકના જુલૂસ નીકાળવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઝારખંડના બોકારોથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. બોકારોમાં મોહરમ પર કાઢવામાં આવી રહેલા તાજિયા જુલૂસ હાઈ ટેન્શન વાયરની પકડમાં આવી જતાં તેમાં બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં ઘણા લોકો અતિ ગંભીર રીતે દાઝી ગયા હતા. વીજળીના ઝટકાથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 9 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Image

આ ઘટના શનિવારે સવારે લગભગ 6 વાગ્યાના સુમારે બોકારોના બર્મો વિસ્તારના ખટકોમાં બની હતી. અહીં લોકો તાજીયા જુલુસ કાઢી રહ્યા હતા તે દરમિયાન તાજિયા 11000 વોલ્ટેજના હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવ્યા હતા. જેના કારણે તાજિયા જુલુસમાં રાખવામાં આવેલી બેટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો અને તેની આસપાસ રહેલ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતના પગલે થોડીવાર માટે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

Image

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
આ તરફ સ્થાનિક લોકોની મદદથી અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ડીવીસી બોકારો થર્મલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. આ દરમિયાન એમ્બ્યુલન્સની ગેરહાજરી અને હોસ્પિટલમાં ગેરવહીવટના કારણે લોકોએ હોબાળો મચાવ્યો હતો.

Related Posts