જયપુર-મુંબઈ ટ્રેનમાં ફાયરિંગ થયું, ASI સહીત 4 લોકોના મોત

RPF જવાને જ ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી, ઘટનામાં ASI અને 3 મુસાફરો મોતને ભેટ્યા

by Dhwani Modi
Firing in train, News Inside

Mumbai| જયપુરથી ગુજરાત થઈને મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં ફાયરિંગ થયાની ઘટના બની છે. આ કેસમાં RPF જવાન જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે, RPFના કોન્સ્ટેબલે કરેલા ફાયરિંગમાં એક ASI ટીકા રામ સહિત 4 લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ મુસાફરોનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળી રહ્યું છે. કઈ બાબતે ઝઘડો થયો હતો અને ફાયરિંગની શરુઆત કઈ રીતે થઈ તે તમામ તપાસ શરુ કરવામાં આવી છે. ફાયરિંગની ઘટના મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં મીરા રોડ પાસે થયું હોવાની માહિતી મળી રહી છે. આરોપીની અટકાયત કરીને આ કેસ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આજે 31મી જુલાઈના રોજ જયપુર-મુંબઈ ટ્રેન 12956માં સવારે 5.23 વાગ્યે ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગની ઘટના B5 કોચમાં બની હતી. એસ્કોર્ટ ડ્યુટી પર રહેલા CT ચેતન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વિગતો મળી રહી છે. ફાયરિંગમાં રેલવે પોલીસ ફોર્સના ASI સહિત ત્રણ મુસાફરોના મોત થઈ ગયા છે, હવે આ ફાયરિંગ પાછળ કોણ જવાબદાર છે અને શા માટે આ ઘટના ઘટી તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.

 B5 કોચમાં બનેલી ફાયરિંગની ઘટના કઈ રીતે બની તે મામલે હવે મુસાફરોની પૂછપરછ કરવામાં આવી શકે છે. આ ઘટના બનવા પાછળનું કારણ શું છે તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે રેલવે તથા સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસમાં મહત્વના ખુલાસા થઈ શકે છે. ફાયરિંગ બાદ આરોપીએ ભાગવાની કોશિશ કરી હોવાની વિગતો પણ મળી રહી છે. જોકે, તેને પકડી લઈને પોલીસે તપાસ શરુ કરી છે.

B5 કોચમાં બનેલી ફાયરિંગની ઘટના કઈ રીતે બની તે મામલે હવે ત્યાં હાજર મુસાફરોની પૂછપરછ કરવામાં આવી શકે છે. આ ઘટના બનવા પાછળનું કારણ શું છે તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે રેલવે તથા સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસમાં મહત્વના ખુલાસા થઈ શકે છે. ફાયરિંગ બાદ આરોપીએ ભાગવાની કોશિશ કરી હોવાની વિગતો પણ મળી રહી છે. જોકે, તેને પકડી પાડીને પોલીસે તપાસ શરુ કરી છે.

 આ ઘટનામાં મૃત્યુ પામેલા RPFના ASI સહિત ત્રણ મુસાફરોના મૃતદેહ બોરીવલી સ્ટેશન પર ઉતારીને પોસ્ટમોર્ટમ સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ધડાધડ ફાયરિંગ ચાલુ ટ્રેનમાં કરાયું જેમાં નિર્દોષ મુસાફરોના મોત થયા હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે.

આ ઘટનામાં મૃત્યુ પામેલા RPFના ASI સહિત ત્રણ મુસાફરોના મૃતદેહ બોરીવલી સ્ટેશન પર ઉતારીને પોસ્ટમોર્ટમ સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ચાલુ ટ્રેનમાં ધડાધડ ફાયરિંગ કરાયું જેમાં નિર્દોષ મુસાફરોના મોત થયા હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે.

 ચેતન અને ASI ટીકા રામ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બન્ને વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હોવાની વિગતો પણ મળી રહી છે. જોકે, આ પછી આરોપી ચેતન વધુ આવેગમાં આવી જતા તેણે ફાયરિંગ કરી દીધું હતું. જેમાં ASI ટીકા રામ સહિત ત્રણ મુસાફરોના મોત થઈ ગયા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. (ચેતન)

પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે કે, ચેતન અને ASI ટીકા રામ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બન્ને વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હોવાની વિગતો પણ મળી રહી છે. જોકે, આ પછી આરોપી ચેતન વધુ આવેશમાં આવી જતા તેણે ફાયરિંગ કરી દીધું હતું. જેમાં ASI ટીકા રામ સહિત ત્રણ મુસાફરોના મોત નિપજ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મીરા રોડ પર બનેલી આ ફાયરિંગની ઘટના વહેલી સવારે બની હતી. જેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

હાલમાં મૃત્યુ પામેલા મુસાફરો ક્યાં જઈ રહ્યા હતા? અને તેમની આ ફાયરિંગની ઘટનામાં કોઈ ભૂમિકા હતી કે નહિ? તેઓ મામલો શાંત પાડવા માટે વચ્ચે પડ્યા હતા તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.

 

Related Posts