ચંદ્રયાન-3 પૃથ્વીની પરિક્રમા પુરી કરીને ચંદ્ર તરફ આગળ વધ્યું, 23 ઓગસ્ટ કરશે ચંદ્ર પર લેન્ડિંગ

by Dhwani Modi
Mission Chandrayaan-3, News Inside

Mission Chandrayan-3| મિશન ચંદ્રયાન-3ને લઈને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ સમગ્ર દેશને મોટી ખુશખબર આપી છે. ઈસરોએ જણાવ્યું છે કે, ચંદ્રયાન-3એ પૃથ્વીની કક્ષા છોડી દીધી છે અને હવે તે ચંદ્ર તરફ ગતિ માંડી રહ્યું છે. ઈસરોએ 14 જુલાઈ, 2023એ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું.

ઈસરોએ જણાવ્યું છે કે, ચંદ્રયાન-3 મિશને લોન્ચિંગના 19 દિવસની અંદર પૃથ્વીની ચારે તરફ પોતાની પરિક્રમા પુરી કરી લીધી છે. ચંદ્રયાન-3 હવે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ઈસરોએ એમ પણ જણાવ્યું છે કે, તેનો આગામી પડાવ ચંદ્ર છે. અંતરિક્ષ એજન્સીએ કે 5 ઓગસ્ટ, 2023ને લૂનર ઓર્બિટ ઈંસરશનની યોજના છે.

Chandrayaan-3 Launch Updates: ISRO successfully performs second  orbit-raising manoeuvre | Mint

ચંદ્રયાન-3 ટ્રાંસલૂનર કક્ષામાં સ્થાપિત
આપને જણાવી દઈએ કે, ચંદ્રયાન-3ને ઈસરોના વૈજ્ઞાનિકોએ હવે ટ્રાંસલૂનરે કક્ષામાં સ્થાપિત કર્યું છે. ઈસરોએ તેને ટ્રાંસલૂનર ઈંજેક્શન દ્વારા ચંદ્ર તરફ વાળી દીધું છે. ટ્રાંસલૂનર ઈંજેક્શન માટે બેંગલુરુમાં રહેલા ઈસરોના હેડક્વાર્ટરથી વૈજ્ઞાનિકે ચંદ્રયાનનું એન્જીન થોડી વાર માટે ચાલૂ કર્યું છે. વૈજ્ઞાનિકોએ ગત રાત 12થી 1 વાગ્યા વચ્ચે ચંદ્રયાન-3ને પૃથ્વીના ઓર્બિટથી ચંદ્ર તરફ મોકલ્યું છે.

ચંદ્રયાન-3નું 23 ઓગસ્ટે ચંદ્ર પર થશે સોફ્ટ લેન્ડીંગ
લેંડર અને રોવર ચાંદના સાઉથ પોલ પર ઉતરશે અને 14 દિવસ સુધી કેટલાય પ્રયોગો કરશે. જ્યારે પ્રોપલ્શન મોડ્યૂલ ચંદ્રની સપાટીમાં રહીને ધરતી પરથી આવતા રેડિએશન્સને શોધશે. હવે ચંદ્રયાન 5 ઓગસ્ટે ચંદ્રની ઓર્બિટમાં પહોંચશે. ઈસરોએ જણાવ્યું હતું કે, ચંદ્રયાનની 23 ઓગસ્ટ, 2023ના રોજ ચાંદની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ થશે.

Related Posts