કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર, થઇ શકે પગારમાં વધારો

કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને સાતમા પગારપંચ મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો મળશે

by Dhwani Modi
7th pay commission hike, News Inside

New Delhi| કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબર છે. શ્રમ મંત્રાલયે જૂન 2023 AICPI ઈન્ડેક્સના આંકડા જાહેર કર્યા છે. જૂન મહિનાના AICPI ઈન્ડેક્સમાં મોટો વધારો જોવા મળ્યો છે. મે મહિનામાં જ્યાં તે 134.7 પોઈન્ટ પર હતો, તો જૂનમાં વધીને 136.4 પોઈન્ટ પર પહોંચી ગયો છે. આ રીતે જૂન મહિનામાં AICPI ઈન્ડેક્સના આંકડામાં 1.7 પોઈન્ટનો વધારો નોંધાયો છે.

આંકડાએ વધાર્યો જુસ્સો
મે મહિનાના આંકડા પ્રમાણે કુલ ડીએ (DA Hike)સ્કોર 45.58 ટકા હતો, જે જૂનમાં વધીને 46.24 ટકા પર પહોંચી ગયો છે. ત્યારબાદ લગભગ નક્કી થઈ ગયું છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થશે.

1 જુલાઈથી લાગૂ થશે નવો દર
હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ સરકાર દ્વારા થતી સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યાં છે. બધુ બરાબર રહ્યું તો કેન્દ્ર સરકાર આગામી મહિને સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાની જાહેરાત કરી શકે છે. પરંતુ નવો દર 1 જુલાઈ 2023થી લાગૂ માનવામાં આવશે.

46 ટકા થઈ જશે મોંઘવારી ભથ્થું
વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓને 42 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જો મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થાય છે તો તે વધીને 46 ટકા થઈ જશે.

HRA ભથ્થામાં પણ થઈ શકે છે વધારો
મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે-સાથે કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હકીકતમાં કેન્દ્ર સરકારે છેલ્લે જુલાઈ 2021માં હાઉસ રેન્ટ એલાઉન્સમાં ફેરફાર કર્યો હતો. તેવામાં આશા છે કે સરકાર HRAમાં 3 ટકાનો વધારો કરી શકે છે. જો સરકાર આ નિર્ણય લેશે તો 50 લાખથી વધુ કર્મચારીઓને તેનો ફાયદો થશે.

Related Posts