ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા 3 લોકોને ઝડપી પાડ્યા

by Dhwani Modi
Al-Qaeda affiliates, News Inside

Rajkot| ગુજરાત ATSની ટીમને રાજકોટમાં મોટી સફળતા હાથ લાગી છે. આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા 3 આરોપીઓને ATSએ દબોચી લીધા છે. અહીંયા જણાવી દઈએ કે, આ ત્રણેય ગુનેગારો છેલ્લા 6 મહિનાથી રાજકોટના સોની બજારમાં કામ કરતા હતા.

આરોપી પાસેથી હથિયારો કબજે કરાયા
ત્રણ આરોપી ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર ફેલાવવાનું કામ કરતા હતા અને અન્ય મુસ્લિમ કર્મચારીને રેડિક્લાઈઝ કરતા હતા. અત્રે નોંધનીય છે કે, ત્રણેય આરોપી પાસેથી ATSની ટીમે હથિયાર પણ કબજે કર્યા છે. જે ત્રણયે આરોપીના નામ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ છે.

આરોપી મૂળ પશ્ચિમ બંગાળના ?
પાપ્ત થતી માહિતી અનુસાર, આ ત્રણેય આરોપી મૂળ પશ્ચિમ બંગાળના છે અને અલકાયદાથી રેડિક્લાઈઝ થયા હતા. આ ત્રણેય આરોપીઓ રાજકોટમાં છેલ્લા 6 મહિનાથી સોની બજારમાં કામ કરી અલકાયદાનો ફેલાવો કરતા હતા. તેમજ ઝડપાયેલ 3 આરોપીઓ પાસેથી ATSએ 1 પીસ્તોલ અને 10 કારતુસ કબ્જે કર્યા છે.

ગુપ્ત રાહે તપાસ કરી રહી હતી
આ તમામ આરોપીઓને લઈ ગુજરાત ATS ગુપ્ત રીતે તપાસ પણ કરી રહી હતી અને ચોક્કસ બાતમી મળતા ત્રણેયને પકડીને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ હવાલાથી પણ કોઈ ટ્રાન્જેક્શન કર્યા હોવાની વિગત ગુજરાત ATSને મળી છે.

Related Posts