21 મહિનાની બાળકી પર દુષ્કર્મ આચરીને હત્યા કરનાર નરાધમને મળશે ફાંસી

by Dhwani Modi
Surat rape and murder case, News Inside

Surat| ડાયમંડ સીટી તરીકે પ્રખ્યાત સુરત શહેરમાં માત્ર દોઢ વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ તથા સુષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય કરીને હત્યા કરનાર 23 વર્ષના યુસુફ ઇસ્માઇલને દોષિત જાહેર કરાયો હતો. જેને આજે ફાંસીની સજા ફટકારવામાં આવી છે. નોંધનીય છે કે, 23 વર્ષના નરાધમ ઇસ્માઈલે બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી હતી.

આ મામલે મળતી વિગતો મુજબ, 23 વર્ષના નરાધમ ઇસ્માઈલે 27 ફેબ્રુઆરીના રોજ બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી હતી. આરોપી ઈસ્માઈલ બાળકીના પિતાનો મિત્ર હતો અને તે બાળકીને અવારનવાર રમાડવા માટે લઈ જતો હતો. રમાડવાના બહાને યુસુફ ઇસ્માઇલ બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરી હતી. આરોપી યુસુફ ઈસ્માઈલ 27 ફેબ્રુઆરીના રોજ ફરિયાદીના ઘરે પહોંચ્યો ત્યારે તેની 21 માસની દીકરી રડતી હતી. તેથી માસુમ બાળકીને વેફર અપાવવાના નામે બદકામ કરવાના ઈરાદે કપ્લેથા ગામના તળાવ નજીક એક અવાવરુ મકાનના વાડામાં લઈ જઈને બાળકીની નાભિના ભાગે બચકાં ભરી ઈજા પહોંચાડીને દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યા બાદ હત્યા કરી દીધી હતી. જે બાદ તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પિતાએ તેના નરાધમ મિત્રને પૂછ્યું હતુ કે, બાળકી ક્યાં છે? ત્યારે આરોપીએ કહ્યું કે, ‘હું હમણાં લાઉં છું.’ તેમ કહીને આરોપી દોડીને ભાગી જતો હોય તેવા સીસીટીવી ફુટેજ પણ મળી આવ્યા હતા. ત્યારબાદ બાળકીની શોધખોળ કરતાં ઘટના સ્થળેથી મૃત અવસ્થામાં બાળકી મળી આવી હતી.

ઈસ્માઇલે બાળકીના શરીર પર અલગ અલગ જગ્યાએ ઇજા પહોંચાડી હતી અને પેટના ભાગે બચકાં ભર્યા હતા. ઈસ્માઈલે પોતાના મોબાઈલમાં બાળકીના નાભીના ભાગને કઈ રીતે ડેમેજ કરાય તેના વીડિયો પણ જોયા હતા.

શું કહ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ?

આ મામલે ઝડપથી તપાસ થાય તે માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તથા ફરિયાદના 11 દિવસમાં ચાર્જશીટ ફાઈ કરવામાં આવી હતી. બાદમાં કર્મ કેસ ચલાવીને આજે આ 23 વર્ષીય નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

Related Posts