ભાવનગરમાં માધવ હિલ કોમ્પ્લેક્સ બિલ્ડિંગનો ભાગ ધરાશાયી, અનેક લોકો કાટમાળ નીચે દટાયા

by Dhwani Modi
Building collapsed in Bhavnagar, News Inside

Bhavnagar| ભાવનગરમાં આવેલા માધવ હિલ કોમ્પલેક્સનો ભાગ ધરાશાયી થતાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાના ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. હાલમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે. જેમાં 20 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. હજુ પણ કેટલાંક લોકો કાટમાળની નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ભાવનગરમાં વાઘાવાડી રોડ પર આવેલા માધવ હિલ કોમ્પલેક્સનો સ્લેબ ધરાશાયી થયો છે. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 20 લોકોના રેસ્ક્યુ કરાયા છે. હજુ પણ અનેક લોકો કાટમાળની નીચે દટાયા હોવાની આશંકા છે.

ભાવનગરમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયા બાદ કાટમાળ હટાવવા માટે મોટી મશીનરીની મદદ લેવાઈ છે. એટલું જ નહીં, સ્થાનિકો પણ કાટમાળ હટાવવાની કામગીરીમાં જોડાયા છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગની સાથે સ્થાનિકો પણ બચાવકાર્યમાં જોડાયા છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે આ બિલ્ડિંગ જર્જરિત હતી, જેમાં 200થી વધુ દુકાનો આવેલી છે. જ્યારે બિલ્ડિંગના 5 માળમાં રહેણાક ફ્લેટ આવેલા છે. અગાઉ પણ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી શા માટે ન થઈ તે મોટો સવાલ છે. જોકે, સદ્દનસીબે આ ઘટનામાં જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. સ્થાનિકો પણ કાટમાળ હટાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Related Posts