Seema-Sachin love story| પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અને સચિન મીણા, આજના સમયે ભાગ્યે જ કોઈ એવું હશે, જે આ બંનેના નામથી અજાણ હોય. બંનેની લવ સ્ટોરી હાલમાં સૌ કોઈના મોઢા પર છે. બંનેના ઈન્ટરવ્યૂ લેવાઈ રહ્યા છે. ન્યૂઝ ચેનલથી લઈને સોશિયલ મીડિયા, દરેક જગ્યાએ સચિન અને સીમાની લવ સ્ટોરીની ચર્ચાઓ થઇ રહી છે. આ દરમિયાન હવે બંને પાસે એક સાથે ત્રણ-ત્રણ ગુડ ન્યૂઝ સામે આવ્યા છે.
એક ન્યુઝ ચેનલના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, પહેલી ગુડ ન્યૂઝ એ છે કે, તેને ગુજરાતના એક વેપારીએ નોકરીની ઓફર આપી છે. વેપારી તરફથી કહેવાયું છે કે, આ બંનેને 50-50 હજાર રૂપિયાના પગારવાળી નોકરી આપશે.
હકીકતમાં જોઈએ તો, જેવા આ સમાચાર સામે આવ્યા કે, સીમા-સચિન આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યા છે, તો ગુજરાતી વેપારીએ પોતાની દરિયાદિલી બતાવી છે અને તેની મદદ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે આ બંનેને દર મહિને 50-50 હજાર રૂપિયાના પગાર સાથે નોકરી આપવાની વાત કહી છે એટલે કે, સીમા અને સચિન દર મહિને એક લાખ રૂપિયાની કમાણી કરી શકશે.
મળતી વિગતો અનુસાર, સોમવાર રાતે ગ્રેટર નોઈડાના રબૂપુરા ગામમાં એક પોસ્ટમેન અજાણી ચિઠ્ઠી લઈને સચિન-સીમાના ઘરે પહોંચ્યો હતો. અજાણી ચિઠ્ઠીથી ત્યાં હડકંપ મચી ગયો હતો. સીમા એ પત્ર ખોલવા માગતી હતી, પણ તેની સુરક્ષામાં તૈનાત જવાનોએ તેને આવું ન કરવા દીધું. તેને લાગ્યું કે, કોઈ ધમકી ભરેલી ચિઠ્ઠી હોઈ શકે છે.
દર મહિને 50-50 હજાર રૂપિયાની નોકરી
ત્યાર બાદ પોલીસના જવાનોએ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી, અધિકારીઓના આદેશ પર ચિઠ્ઠી ખોલવામાં આવી તો, તે ચિઠ્ઠી ગુજરાતના એક વેપારી દ્વારા સચિન અને સીમાને લખવામાં આવી હતી. ત્રણ પાનાની આ ચિઠ્ઠીમાં સીમા હૈદર અને સચિનને ગુજરાતમાં દર મહિને 50-50 હજાર રૂપિયાની સેલેરી પર નોકરીની ઓફર કરી હતી. તેમાં લખ્યું હતું કે, તે ગમે ત્યારે ગુજરાત આવીને નોકરી શરુ કરી શકશે. આ ઉપરાંત ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું કે, આ બંનેની દરેક સંભવ મદદ કરવામાં આવશે.
ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો
સચિન અને સીમા માટે અન્ય ખુશખબર એ છે કે, હાલમાં જ તેને એક મૂવી ડિરેક્ટર અમિત જાનીએ પણ પોતાની ફિલ્મમાં કામ કરવાની ઓફર આપી છે. તે સીમાના ઘરે જઈને એડવાન્સ ચેક આપવા માટે પણ તૈયાર હતા. જો કે, આ ઓફર પર સીમા અને સચિનના પરિવારનું કહેવું છે કે, જ્યાં સુધી તેમના વિરુદ્ધ તપાસ પુરી ન થાય ત્યાં સુધી તેઓ આવું કરી શકશે નહીં.