‘અતિથિ દેવો ભવ:’ની પરંપરાવાળા દેશમાં 2 નરાધમોએ અમેરિકી મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

by Dhwani Modi
2 men raped American lady tourist, News Inside

Kerala rape case| કેરલમાં અમેરિકી મહિલા સાથે ગેંગરેપ થયાની ઘટના સામે આવી છે. જ્યાં આશ્રમમાં રહેતી એક મહિલા સાથે બે લોકોએ કથિત રીતે યૌન ઉત્પીડન કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, બંનેની બુધવારે ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના સોમવારની હોવાનું જાણવા મળ્યું છે, તે સમયે એક 44 વર્ષીય અમેરિકી મહિલા કોલ્લમ નજીક દરિયા કિનારે બીચ પર બેઠી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પહેલા બે લોકો તે મહિલા પાસે આવ્યા અને સિગરેટ ઓફર કરી, જેને લેવાની આ મહિલાએ ના પાડી હતી. પોલીસ પુછપરછમાં આરોપીઓએ પોતાના નામ નિખિલ અને જયન બતાવ્યું છે.

મિત્રતા કેળવીને આચર્યું દુષ્કર્મ
પોલીસને મળેલી ફરિયાદમાં જણાવાયું છે કે, બંને આરોપીઓએ મહિલા સાથે ઓળખાણ વધારી અને બાદમાં દારુની બોટલ બતાવી હતી. બંને આરોપી મહિલાને એક ઘરમાં લઈ ગયા, જ્યાં તેમણે મહિલાને કેફી દ્રવ્ય પીવડાવ્યું, જેનાથી બાદમાં મહિલા સુઈ ગઈ હતી. ત્યાર બાદ મહિલાને અનુભવ થયો કે, તેનું યૌન શોષણ થયું છે અને તેણે આશ્રમના અધિકારીઓને તેના વિશે જણાવ્યું હતું, જેમણે સ્થાનિક પોલીસને આ મામલાની જાણકારી આપી હતી.

ન્યુઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અમેરિકી મહિલા 31 જુલાઈએ આશ્રમ પાસે આવેલા એક બીચ પર એકલી બેઠી હતી. ત્યારે બંને આરોપીઓ તેમની પાસે આવ્યા અને સિગરેટ ઓફર કરવા લાગ્યા. અમેરિકી મહિલાએ સિગરેટ પીવાની ના પાડી દીધી. વાત વાતમાં મહિલા સાથે બંને આરોપીઓએ મિત્રતા કેળવી અને બાદમાં આરોપીઓ દ્વારા રમ પીવાની ઓફર આપવા બદલ તે મહિલા પીવા માટે રાજી થઈ ગઈ.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ દ્વારા રમમાં કોઈ નશીલી દવા ભેળવવામાં આવી હતી. જેને લઈને મહિલા બેભાન થઈ ગઈ હતી. મોકાનો ફાયદો ઉઠાવી આરોપીઓએ પીડિતાને બાઈક પર વચ્ચે બેસાડીને નજીકની એક સુમસાન જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં તેની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. ભાનમાં આવ્યા બાદ આ મહિલા 1 ઓગસ્ટની રાતે પોલીસ પાસે ગઈ અને પોતાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ બુધવારે 2 ઓગસ્ટે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતાં.

Related Posts