બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવવાની કામગીરી સમયે ક્રેન તૂટી પડતા 4 વ્યક્તિ દટાયા અને 1નું મોત નીપજ્યું

by Dhwani Modi
Crane collapsed, News Inside

Vadodara| ચોમાસાને કારણે ગુજરાતમાં જર્જરિત મકાનો પડવાની ઘટનાઓ સતત ધ્યાનમાં આવી રહી છે. તેવામાં વડોદરાના કરજણ ખાતેના કંબોલા નજીક બ્રિજની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડી હતી. કંબોલા નજીક ક્રેન તૂટતા ત્યાં કામ કરતા શ્રમિકો ક્રેન નીચે દટાયા હતા. આ ઘટનામાં 1 વ્યકિતનું મોત નિપજ્યુ છે. કાટમાળમાં હજુ કેટલાક શ્રમિક દટાયા હોવાની આશંકા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કરણજના કંબોલા પાસે હાઈ સ્પીડ રેલ પ્રોજેકટ અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. L&T કંપનીને બ્રિજ બનાવવાની કામગીરી સોંપાઈ છે, L&T દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલે છે. તે દરમિયાન ક્રેન તૂટી પડી હતી. હાલ દટાયેલા મજૂરોની રેસ્કયૂની કામગીરી ચાલી રહી છે. કાટમાળમાં હજુ કેટલાક શ્રમિક દટાયા હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે. તેથી કરજણ ફાયર બ્રિગેડ દ્વારા મોટાપાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ છે. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

માહિતી પ્રમાણે, પાંચ જેટલા લોકોને સામાન્ય ઇજા થઇ છે. આ સાથે બે લોકો ક્રેન નીચે દટાયા છે. આ દુર્ઘટનામાં આસપાસની અનેક દુકાનોને નુકસાન થયુ છે. સ્થાનિકોએ જણાવ્યું કે, અમને મોટા ધડાકા જેવો અવાજ સંભળાયો હતો. તેથી અમે દોડી આવ્યા હતા. આ અવાજ એટલો મોટો હતો કે, આસપાસના લોકો પણ અહીં એકઠા થઇ ગયા હતા. હાલ મોટા પાયે અહી રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી છે.

Related Posts