Ahmedabad| શહેરના રાણીપ વિસ્તારમાં આજે સવારે અકસ્માત સર્જાયો છે. BRTS કોરીડોરમાં રોંગ સાઈડમાં એક એક્ટિવા ચાલકે વાહન હંકારતા સર્જાયો હતો અકસ્માત. સદ્ નસીબે જાનહાની ટળી છે. છેલ્લા થોડા સમયથી અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી થતા અકસ્માતને અટકાવવા AMC દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલમાં જ AMC દ્વારા ટાયર કિલર બ્રેકર પણ પ્રાયોગિક ધોરણે લગાવવામાં આવ્યા છે તેમ છતાં પ્રજા પોતાના જીવને જોખમમાં મૂકી રોંગ સાઈડમાં વાહન લઈને ઘુસી જતા હોય છે.

BRTS Bus
અમદાવાદના રાણીપ મેટ્રો સ્ટેશન નીચે આવેલા BRTS કોરિડોરની શરૂઆતમાં એક ગાર્ડને તૈનાત કરવામાં આવ્યો છે. જે લોકોને કોરિડોરની અંદર પ્રવેશતા અટકાવે છે. તેમ છતાં કેટલાક લોકો બેફામ રીતે અવગણના કરીને સ્પીડમાં કોરીડોરની અંદર પ્રવેશે છે. જેના કારણે આ અકસ્માત સર્જાયો છે.

Activa of the injured in the accident
આ અકસ્માતમાં એકટીવા ચાલાક પોતાના વાહન સાથે 10થી 15 ફૂટ સુધી એક્ટિવા સ્લીપ થઇ હતી. આ અકસ્માતમાં BRTS બસ ચાલકની સજાગતાને કારણે એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. બસ ચાલકે સમય રહેતા બ્રેક લગાવી દેતા એક્ટિવા ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. જેને કારણે સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.