વડોદરામાં ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન વાનના ડ્રાઈવરે 4 વર્ષની બાળકીને કચડી નાખી

by Dhwani Modi
4 years old girl crushed by van driver, News Inside

Vadodara| રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતના લીધે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. તેવામાં વડોદરા શહેરમાંથી વધુ એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. શહેરમાં કચરો લેવા આવનારી ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન ગાડીએ 4 વર્ષની માસૂમ બાળકી નેન્સી દેવીરાજનો ભોગ લીધો છે. જેના કારણે પરિવાર સહિત સ્થાનિકોમાં ભારે રોષની લાગણી છવાઈ છે. લોકો આરોપીની ધરપકડની માંગ કરી રહ્યા છે. આ અકસ્માત બે દિવસ પહેલા શહેરના જલારામનગર પાસે બન્યો હતો. આ માસૂમનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.

 શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગર-2 પાસે ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે બેદરકારી પૂર્વક વાહન હંકાર્યુ હતુ.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર-ટુ-ડોર કચરો લેવા આવનારી ગાડીના ચાલકે બે દિવસ પહેલા 4 વર્ષની બાળકી નેન્સી દેવીરાજને કચડી નાખી હતી. આ દુર્ઘટનામાં સારવાર દરમિયાન માસુમ બાળકીનું મોત નીપજ્યું છે. જે બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોતાની વ્હાલસોયીને અકસ્માતમાં ગુમાવવાથી પરિવારજનો રોષે ભરાયા છે.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગર વિભાગ-2 પાસે ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે બેદરકારી પૂર્વક વાહન હંકાર્યુ હતુ. જેમા ગાડીને રિવર્સ લેતી વખતે 4 વર્ષની બાળકી નેન્સી દેવીરાજને કચડી નાખી હતી. જે બાદ ઘટના સ્થળે રાહદારીઓનું ટોળું એકઠું થઈ ગયું હતું.

 જેમા ગાડીને રિવર્સ લેતી વખતે ચાર વર્ષની બાળકી નેન્સી દેવીરાજને કચડી નાંખી હતી. જે બાદ ઘટના સ્થળે રાહદારીઓનું ટોળું એકઠું થઈ ગયું હતું.

આ અંગે બાળકીના પરિવારજને વ્યથા જણાવતા કહ્યુ કે, ગઇકાલે સવારે આઠ-સવા આઠની આસપાસ કચરાની ગાડી આવી હતી. આ દરમિયાન નેન્સી ત્યાં રમી રહી હતી. કચરાની ગાડીએ તેને કચડી નાખી હતી. જે બાદ નેન્સીને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાં તેનો હાથ કાપવાની વાત તબીબો દ્વારા કરવામાં આવી હતી અને તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.

પરિવારજનોની એક જ માંગ છે કે, બાળકીને કચડી નાખનાર ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવે અને તેને કડકમાં કડક સજા ફટકારવામાં આવે.

 

Related Posts