ચંદ્રની વધુ નજીક પહોંચ્યું ભારતનું ગૌરવ ‘ચંદ્રયાન-3’, આ દિવસે ચંદ્ર પર કરશે સોફ્ટ લેન્ડિંગ

by Dhwani Modi
Chandrayaan-3 reaches closer to Moon, News Inside

Mission Chandrayaan-3| ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યાના એક દિવસ પછી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ રવિવારે ચંદ્રયાન-3 દ્વારા ચંદ્રના ઉતરાણનો એક વીડિયો જાહેર કર્યો હતો. રવિવારે મોડી રાત્રે યોજાનાર બીજા મોટા યુદ્ભ્યાસના થોડા કલાકો પહેલા ઈસરો દ્વારા આ વિડિયો જાહેર કરવામાં આવ્યો હતો.

ટ્વિટર પર માહિતી આપતા ભારતીય અવકાશ એજન્સીએ કહ્યું, ” ચંદ્રયાન 3 અવકાશયાન દ્વારા જોવામાં આવેલ ચંદ્ર.”

9 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની નજીક આવશે
ઈસરોએ જણાવ્યું કે, 9 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની વધુ નજીક પહોંચશે. ઈસરોએ રવિવારે પોતાની એક ટ્વિટમાં કહ્યું કે, ‘અવકાશયાને ચંદ્રની નજીક જવા માટે પ્રસ્તાવિત પ્રક્રિયા પૂર્ણ કરી છે. એન્જિનના ‘રેટ્રોફાયરિંગ’એ તેને ચંદ્રની સપાટીની નજીક લાવી દીધું છે.

17 ઓગસ્ટ સુધી શું થશે?
ઈસરોએ કહ્યું કે, 17 ઓગસ્ટ સુધીમાં વધુ ત્રણ મિશન પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે. આ પછી લેન્ડિંગ મોડ્યુલ ‘પ્રોપલ્શન મોડ્યુલ’થી અલગ થઈ જશે. લેન્ડર પર ‘ડી-ઓર્બિટિંગ’ની કવાયત કરવામાં આવશે. ત્યારબાદ ચંદ્રની સપાટી પર ઉતરતા પહેલા લેન્ડર પર પણ ‘ડી-ઓર્બિટિંગ’ કવાયત હાથ ધરવામાં આવશે.

23 ઓગસ્ટ સુધીમાં ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવશે
ઇસરોએ શનિવારે પુષ્ટિ કરી કે, લુનર ઓર્બિટ ઇન્જેક્શન (LOI) IST સાંજે 7 વાગ્યાની આસપાસ હાથ ધરવામાં આવ્યું હતું. અવકાશયાનને સ્થિર ચંદ્ર ભ્રમણકક્ષામાં મૂકીને અત્યાર સુધી ચંદ્ર મિશન સરળ રહ્યું છે અને ISROને આશા છે કે, વિક્રમ લેન્ડર આ મહિનાના અંતમાં 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

Related Posts