પશુપાલકો માટે ખુશ ખબર, અમુલ ડેરીએ કર્યો દૂધના ખરીદ ભાવમાં રૂ. 30નો વધારો

by Dhwani Modi
Amul dairy, Anand, News Inside

Amul Dairy। અમૂલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો છે. અત્રે આપણે જણાવી દઈએ કે, પ્રતિ કિલો ફેટે રૂપિયા 30નો વધારો કરાયો છે. જેને લઈ અમૂલ સાથે જોડાયેલા 7 લાખ પશુપાલકોને ફાયદો થશે.

Improving milk production with yeast - All About Feed

 

નવો ભાવ પ્રતિકિલો ફેટ રૂ. 850 કરાયો
ઉલ્લેખનીય છે કે, આ ભાવ વધારો 11 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે અને હવે નવો ભાવ પ્રતિકિલો ફેટ રૂ. 850 કરાયો છે. ગાયના દૂધમાં પણ પ્રતિકિલો ફેટે 13.70 રૂપિયાનો વધારો કરાયો છે.

India to be world's biggest milk producer by 2026: Report | India News – India TV

અમૂલની જાહેરાત બાદ પશુપાલકોમાં ખુશી
અમૂલ ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક થતી હોય છે. જેની વિશ્વ વિખ્યાત વિવિધ પ્રોડ્કટ ધૂમ મચાવી રહી છે. ત્યારે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 820 રૂપિયા હતો. જેમાં રૂ. 30નો વધારો કરી પ્રતિ કિલો ફેટે 850 રૂપિયા કરાયો છે. આ જાહેરાત બાદ પશુપાલકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. અમૂલ ડેરીના આ નિર્ણયથી 7 લાખ પશુપાલકોને ફાયદો થશે.

Related Posts