સુરતમાં દારૂના નશામાં કારચાલકે એક યુવકને કારના બોનેટ પર 2 કિમી સુધી ઢસડ્યો

by Dhwani Modi
Drink and Drive case in Surat, News Inside

Surat| અમદાવાદ બાદ સુરતમાં પણ તથ્યકાંડ જેવી ઘટનાનો એક વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં કાર અકસ્માતની ઘટના બાદ જોરદાર બબાલ થઇ હતી, જેનો વીડિયો સામે આવ્યો છે. સુરત શહેરમાં પાલ મેઈન રૉડ પર એક અકસ્માતની ઘટના ગઈકાલે રાત્રે ઘટી હતી, અહીં બે કાર વચ્ચે અકસ્માત થયો અને બાદમાં જોરદાર બબાલ અને ગાળાગાળી થઈ હતી. એક કાર ચાલક એક યુવકને બૉનેટ પર 2 કિલોમીટર દુર ઢસડી ગયો હતો. આ અકસ્માતમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ખાસ વાત એ છે કે, અકસ્માત બાદ એક કારચાલકને પકડવા અન્ય કારચાલકે બીજી કાર હંકારી હતી. જોકે, હવે આ સુરતના તથ્ય અકસ્માત જેવો કાંડ બન્યા બાદ પાલ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધી પોલીસે કાર ચાલકની ધરપકડ કરી લીધી છે.

સુરતમાં બનેલી ગઈકાલે રાતની અકસ્માતની ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં રાજ્ય સરકારના ગૃહ મંત્રીના શહેરમાં નબીરાઓ બેફામ બનતા લોકોમાં ભય ફેલાયો છે. દારૂ પીને કાર ચલાવનારા યુવકે એક શખ્સને બે કિલીમીટર દુર સુધી ઢસડ્યો હતો. પાલ પોલીસે આ કેસમાં અકસ્માત સર્જનાર કાર GJ-05-RD-2379 ના ચાલકને ઝડપી પાડ્યો છે. આ કાર પર એડવૉકેટનો સિમ્બૉલ લગાવેલો હતો. હાલમાં પોલીસે આ ઘટનામાં આરોપી વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કર્યો છે.

ઘટના બાદ ખુદ આરોપી યુવકે વાત કરીને કહ્યું કે, ‘હું ગભરાઈ ગયો હતો, અમે કારની રેસ લગાવી હતી.’ પહેલા અકસ્માત સર્જ્યો અને બાદમાં કાર વચ્ચે રેસ લગાવી હતી. આરોપી કાર ચાલકે અકસ્માત સમયે સાડા ત્રણ પેગ દારૂ પીધો હોવાનું પણ કબુલ્યુ હતુ.

અમદાવાદમાં તથ્ય પટેલે સર્જ્યો હતો ભયંકર અકસ્માત
શહેરના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે જેગુઆર કારથી અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલે મિર્ઝાપુર કોર્ટમાં અરજી કરી છે. જેમાં તેણે જેલમાં પોતાના ભણતરની વ્યવસ્થા કરવા અને ઘરનું ભોજન આપવા માંગ કરી છે. આગામી દિવસોમાં કોર્ટ આ મુદ્દે નિર્ણય લેશે. તથ્ય પટેલને જેલમાંથી આજે કોર્ટમાં રજૂ કરવાનો હતો પરંતુ કેસને લગતા ડોક્યુમેન્ટ આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે તેથી તથ્યને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.

Related Posts