નબીરા તથ્ય પટેલની જેલમાં પણ નવાબી નથી ઘટતી, કોર્ટ સમક્ષ કરી રહ્યો છે અવનવી માંગણી

by Dhwani Modi
Tathya Patel's new demand, News Inside

Iskon bridge accident| અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ RTO દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. હવે આરોપી તથ્ય પટેલ ક્યારેય વાહન નહિ ચલાવી શકે. ટ્રાફિક પોલીસની ભલામણના આધારે RTO દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

તથ્યએ કોર્ટમાં અરજી કરીને શેની માંગ કરી?
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસને મામલે તથ્ય પટેલની અરજી પર આજે કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. શહેરના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે જેગુઆર કારથી અકસ્માત સર્જીને 9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલે મિર્ઝાપુર કોર્ટમાં અરજી કરી હતી. 9 લોકોને કચડનાર તથ્ય પટેલની હવે જેલમાં જુદી જુદી ફરમાઈશો શરૂ થઈ છે. લોકોના કુળદીપકને કચડનારને હવે ઘરનું ભોજન જોઈએ છે. તથ્ય પટેલે ઘરના ભોજન માટે કોર્ટમાં અરજી કરી છે. તથ્ય પટેલે કોર્ટ સમક્ષ તેને જેલમાં ઘરનું ટિફિન આપવાની માંગ કરી છે. જેલના સળિયા પાછળ જતા તથ્યને હવે અચાનકથી ભણવાનું યાદ આવ્યું છે. તથ્ય પટેલે કોર્ટમાં ડિસ્ટન્સ સ્ટડી માટે મંજૂરી માંગી છે. નિયમોના ધજાગરા ઉડાવનાર તથ્યને હવે ભણવું છે. ક્યારેક જ કોલેજ કે સ્કૂલમાં હાજર રહેનાર તથ્યને હવે શા માટે ભણવાનું યાદ આવે છે. નબીરા તથ્ય પટેલને જેલમાં પણ વૈભવી સુવિધાઓ જોઈએ છે.

શું આવ્યો આંખનો રિપોર્ટ?
તથ્ય પટેલની આંખોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસ દ્વારા વિવિધ પાસા અંગે તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે તથ્ય પટેલની આંખોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે, તથ્ય પટેલની આંખોમાં કોઈ ખામી ન હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. તથ્ય પટેલનો આઈ વિઝન ટેસ્ટનો ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે.

નોંધનીય છે કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોના જીવ લેનારો તથ્ય પટેલ જેલમાં સત્તાધીશો પાસે અવનવી માંગ કરતો જોવા મળ્યો છે. તથ્ય પટેલે જેલમાં બહારનું ભોજન આપવા અને સગા વ્હાલાઓને વધુ સમય માટે મળવા દેવાની માંગ કરી છે. આ ઉપરાંત કેસને લગતાં દસ્તાવેજની માંગ કરતી અરજી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે કરી હતી. આરોપીને રજૂ કરવા માટે જેલ યાદી મોકલાવશે તેમજ કેસને લગતો મુદ્દામાલ પોલીસ કોર્ટમાં રજૂ કરશે.

Related Posts