દર્દીઓ માટે રાહતના સમાચાર, તાવથી લઈને ડાયાબિટીસ સુહીણી અનેક દવાઓ થશે સસ્તી

NPPAએ આદેશ કરીને કહ્યું, જે કંપનીએ GST ચુકવ્યો હશે તે જ ગ્રાહકો પાસેથી GST વસૂલી શકશે

by Dhwani Modi
Medicine price will decrease, News Inside

Drug Price| ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીની બુધવારે 115મી બેઠક મળી હતી. આ બેઠકમાં ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ 44 નવી દવાઓના ફોર્મ્યુલેશનની છૂટક કિંમતો નક્કી કરી છે. એક અહેવાલ મુજબ નિયમનકારે બલ્ક દવાઓ અને ફોર્મ્યુલેશનમાં ફેરફારની પણ સૂચના આપી બિન-શિડ્યુલ દવાઓ અને ફોર્મ્યુલેશનની કિંમતોનું નિરીક્ષણ કર્યું અને ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO)ની જોગવાઈઓના અમલીકરણ પર નજર રાખી હતી.

ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીની બેઠકમાં મલ્ટીવિટામીન અને ડી3 સહિત સુગર, દુખાવા, તાવ, ઈન્ફેક્શન અને હૃદયરોગને લગતી દવાઓની મહત્તમ કિંમતો નક્કી કરવામાં આવી છે. Troika Pharmaceuticals’ 250mg/ml ‘Paracetamol Injection’ ને હાલમાં મુક્તિ આપવામાં આવી છે.

Products | Troikaa Pharmaceuticals Limited

NPPAએ પોતાના આદેશમાં કહ્યું છે કે, કોઈપણ કંપની નિશ્ચિત કિંમત સિવાય માત્ર GST લઈ શકશે. આ સિવાય કંપનીઓ ગ્રાહક પાસેથી ત્યારે જ GST વસૂલ કરી શકશે જ્યારે તેમણે પોતે જ તેની ચૂકવણી કરી હશે. તમામ હિતધારકો, છૂટક વિક્રેતાઓ અને સ્ટોકિસ્ટોને 15 દિવસમાં ભાવમાં ફેરફાર વિશે જાણ કરવાની રહેશે.

GST એક્ટ હેઠળ થશે કાર્યવાહી
મહત્વનું છે કે, જો કોઈ કંપની આમ કરવામાં નિષ્ફળ જશે તો તેની સામે GST એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. NPPAના આ પગલાથી IPCA લેબોરેટરીઝ, મેનકાઇન્ડ ફાર્મા, અલ્કેમ લેબોરેટરીઝ, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, સિપ્લા, સનોફી અને એબોટ ઇન્ડિયા જેવી ફાર્મા કંપનીઓને અસર થવાની સંભાવના છે.

અનેક દવાઓ થશે સસ્તી
આ સાથે તણાવ, વાઈ, ડાયાબિટીસ અને હળવા માઈગ્રેનની સારવારમાં વપરાતી દવાઓ સસ્તી થશે. NPPA ઓર્ડર મુજબ માથાનો દુખાવો, હળવો માઇગ્રેન, મસ્ક્યુલોસ્કેલેટલ પેઇન અથવા પીડાદાયક માસિક સ્રાવની સારવારમાં ઉપયોગમાં લેવાતી Aceclofenac, Paracetamol, Serratiopeptidase ની ટેબ્લેટ દીઠ મહત્તમ કિંમત 8.38 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

Aceclofenac Paracetamol Serratiopeptidase Tablets

આ સાથે ટાઇપ 2 ડાયાબિટીસના પુખ્ત દર્દીઓને આપવામાં આવતી દવા સિટાગ્લિપ્ટિન ફોસ્ફેટ અને મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ, મહત્તમ રૂ. 9 પ્રતિ ટેબ્લેટમાં ઉપલબ્ધ થશે. લેવેટીરાસીટમ, સોડિયમ ક્લોરાઇડ ઇન્ફ્યુઝન અને પેરોક્સેટીન નિયંત્રિત પ્રકાશન અને એપીલેપ્સી માટે વપરાતી ક્લોનાઝેપામ કેપ્સ્યુલ અનુક્રમે રૂ. 0.89 અને રૂ. 14.53ની મર્યાદામાં રહેશે.

Medicines For Stress, Epilepsy And Diabetes Cheaper Now Nppa Fixes Retail  Prices Of 44 Formulations

GST ચાર્જ અલગ-અલગ
અત્રે નોંધનીય છે કે, હાલમાં આ દવાઓની કિંમત ઘણી વધારે છે. આ તમામ દવાઓની મહત્તમ છૂટક કિંમતમાં GST ચાર્જ અલગ-અલગ છે. આ તરફ હવે NPPAએ પોતાના આદેશમાં કહ્યું છે કે, કોઈપણ કંપની નિશ્ચિત કિંમત સિવાય માત્ર GST લઈ શકશે. જેથી કંપનીઓ ગ્રાહક પાસેથી ત્યારે જ વસૂલ કરી શકશે જ્યારે તેમણે પોતે GST ભર્યો હશે.

Related Posts