એક સાથે 6 લોકોની અર્થી ઉઠતા આખું ગામ હીબકે ચઢ્યું, ડ્રાઈવરની એક ભૂલને કારણે બાવળા-બગોદરા હાઇવે પર અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો

by Dhwani Modi
Bavla Bagodara accident, News Inside

Bavla-Bagodara highway accident| અમદાવાદ પાસે બાવળા બગોદરા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 11 પર પહોંચ્યો છે. સુણદા ગામના જ 7 લોકોના આ અકસ્માતમાં મોત નિપજ્યા છે. આ કારણે પરિવારના સભ્યોને ગુમાવનાર સ્વજનો શોકમાં ગરકાવ થયા છે. બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માતના મૃતકોની આજે ભારે હૈયે અંતિમવિધિ કરાઈ હતી. આ કારણે આખા સુણદા ગામમાં શોકભર્યો માહોલ છે. એકજ ગામના 7 લોકોના મોતથી આખું ગામ હિબકે ચઢ્યું છે. ચોટીલા દર્શન કરીને પરત ફરતા સમયે છોટાહાથીમાં 23 લોકો સવાર હતા. ડ્રાઈવરની એક ભૂલ અને 11 લોકો મોતને ભેટ્યા હતા.

ચોટીલા બગોદરા હાઇવે પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતના મૃતકોના મૃતદેહોને અંતિમક્રિયા માટે ગામમાં લવાયા હતા. કપડવંજ તાલુકાના સુણદા ગામના 6 લોકોના અકસ્માતમાં મોત નિપજ્યા હતા. જ્યારે છોટા હાથી ચાલકનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. એટલે ઘટના સ્થળ ઉપર 10 લોકો ત્યારે સારવાર દરમિયાન એકનું મોત થતાં મૃતકોનો આંક 11 પર પહોંચ્યો છે. છોટા હાથી ચાલક પણ સુણદા ગામનો રહેવાસી છે. ચોટીલા દર્શન કરી પરત ફરતા એકજ પરિવારના 6 લોકોના મોતથી ગામ હીબકે ચડ્યું હતું. ગ્રામજનો તથા સગાસંબંધીઓ ભારે હૈયે અંતિમક્રિયામાં જોડાયા હતા. અંતિમક્રિયામાં બંદોબસ્ત અને વ્યવસ્થા માટે કપડવંજ તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ હાજર જોવા મળી હતી.

ગમખ્વાર અકસ્માતમાં માર્યા ગયેલા 6 વ્યક્તિઓ સુણદા ગામના હતા. જયારે અન્ય 3 મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના તો અન્ય એક કઠલાલ તાલુકાના હતા. પરંતુ મૃત્યુ પામેલા તમામ લોકો કૌટુંબિક સગા થાય છે.

 

Related Posts