ઉત્તરાખંડના ગૌરીકુંડ હાઇવે પર થયેલા ભૂસ્ખલનમાં 5 ગુજરાતી દટાયા, 24 કલાક બાદ મૃતદેહ બહાર કાઢયા

by Dhwani Modi
5 people died in landslide, News Inside

Severe landslide। ગુરુવારે રુદ્રપ્રયાગમાં ગૌરીકુંડ હાઈવે પર તરસાલી પાસે પહાડ પરથી ભૂસ્ખલન થયું. જેમાં પાંચ ગુજરાતીઓના મોત નિપજ્યા છે. ભૂસ્ખલનમાં માટી નીચે દબાયેલી સ્વિફ્ટ ડિઝાયર કારની અંદરથી પાંચ મૃતદેહો કાઢવામાં આવ્યા છે. તમામ ગુજરાતીઓ અમદાવાદના રહેવાસી છે. જેમાં જિગર આર મોદી, મહેશ દેસાઈ, મનીષ કુમાર, મિન્ટુ કુમાર, દિવ્યાંશ પરીખ નામના યુવકોનો સમાવેશ થાય છે. મૃતકો પાસેથી મળેલા ઓળખ કાર્ડથી તેમના નામની પુષ્ટિ થઈ છે.

ગુરુવારે રુદ્રપ્રયાગમાં ગૌરી કુંડ પાસે હાઈવેમાં તરસાલીની પાસે એક દુર્ઘટના ઘટી હતી. પહાડીથી થયેલા ભૂસ્ખલનમાં એક સ્વિફ્ટ ડિઝાયર કાર અંદર દબાઈ ગઈ હતી. માટીને હટાવ્યા બાદ તેમાંથી પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહોનો કબજો લઈને તેને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યા છે. આ ઘટનાને કારણે કેદારઘાટીથી જિલ્લા મુખ્યાલય સુધીનો સંપર્ક ખોરવાઈ ગયો હતો. સાથે જ કેદારનાથ યાત્રાનો માર્ગ પણ પ્રભાવિત થયો હતો.

દુર્ઘટના બનતા જ રાહત કામગીરી ચાલુ કરાઈ હતી. બે દિવસ સુધી રસ્તો બંધ રહ્યો હતો. ગુરુવારે સાંજે 4 વાગ્યે તરસાલીની પાસે પહાડી તૂટવાને કારણે માર્ગ બંધ કરાયો હતો. તે બાદ સ્થાનિક મેનેજમેન્ટ અને પોલીસની ટીમ, તથા એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચીને ક્ષતિગ્રસ્ત વિસ્તાર કોર્ડન કરીને રાહત કામગીરી શરૂ કરી હતી.

ગુરુવારે સાંજે 4 વાગ્યે ગૌરીકુંડ હાઈવે પર રુદ્રપ્રયાગથી 54 કિલોમીટર આગળ તરસાલીમાં પહાડીથી મોટો પત્થર તૂટીને નીચે પડ્યો હતો. જે રસ્તા પર 60 મીટર આગળ ધ્વસ્ત થયો હતો. આ દરમિયાન હાઈવે પરથી પસાર થઈ રહેલી સ્વિફ્ટ કાર માટીના કાટમાળ નીચે દટાઈ ગઈ હતી.

કાર માટીમાં દટાઈ હોવાથી શંકા સેવાઈ હતી. પંરતુ 24 કલાક બાદ જ્યારે હાઈવે પરથી માટી હટાવવામાં આવી હતી, ત્યારે કારમાંથી પાંચ મુસાફરોને મૃત અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ ટીમે પાંચ મૃતદેહોને બહાર કાઢી તેની ઓળખ કરી હતી. જેમાં જિલ્લા અધિકારી એન.એસ રજવારે જણાવ્યું કે, માટીમાં દટાઈને મૃત્યુ પામેલા મુસાફરો ગુજરાતના રહેવાસી હતા. જેમના નામ જિગર આર મોદી, મહેશ દેસાઈ, મનીષ કુમાર, મિન્ટુ કુમાર, દિવ્યાંશ પરીખ હોવાનું સામે આવ્યું છે. મૃતકો પાસેથી ઓળખપત્ર મળી આવ્યા છે. જેમાં તેમના નામની પુષ્ટિ થઈ છે.

Related Posts