મચ્છર ભગાડવા વિદ્યાર્થી ઘરેથી અગરબત્તી લાવ્યો જે શિક્ષકને સહન ન થયું, વિદ્યાર્થીને માર્યો માર

by Dhwani Modi
a student was beaten by teacher in Aravalli, News Inside

Aravalli| ફરી એક વખત કોઇ શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના અરવલ્લીથી સામે આવી છે. અરવલ્લીમાં શિક્ષકે વિદ્યાર્થીને માર મારતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેના પગલે હોબાળો પણ થયો છે. વિદ્યાર્થીએ મચ્છર ભગાડવાની અગરબત્તી સળગાવતાં શિક્ષકે માર માર્યો હતો. જેના પગલે વાલીઓમાં ભારે આક્રોશ છે અને મોટી સંખ્યામાં ગામના લોકો સ્કૂલમાં પહોંચ્યા છે.

વિદ્યાર્થીએ મચ્છર ભગાડવાની અગરબત્તી સળગાવી હતી
અરવલ્લીમાં વિદ્યાર્થીને માર મારવા મુદ્દે હોબાળો થયો છે. ધનસુરાની ઉજળેશ્વર સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીએ મચ્છર ભગાડવાની અગરબત્તી સળગાવી હતી. વિદ્યાર્થી ઘરેથી મચ્છર ભગાડવાની અગરબત્તી લાવ્યો તો શિક્ષકે તેને ઢોરમાર માર્યો હતો. કરોલી ગામના બાળકને માર મારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને માર મારતા વાલીઓમાં આક્રોશ છે. મોટી સંખ્યામાં ગામ લોકો સ્કૂલમાં પહોંચ્યા છે અને હોબાળો મચાવ્યો છે.

મોટી સંખ્યામાં ગામ લોકો સ્કૂલમાં પહોંચ્યા
વિદ્યાર્થીએ મચ્છર ભગાડવાની અગરબત્તી સળગાવતાં શિક્ષક રોષે ભરાયા હતા અને વિદ્યાર્થીને માર માર્યો હતો. શિક્ષકે વિદ્યાર્થીને ફટકારતાં તેના શરીરે નિશાન પણ જોવા મળ્યા હતા. જે બાદ આ સમગ્ર બાબત સામે આવતાં વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. તેમણે શિક્ષકનો વિરોધ કર્યો હતો અને મોટી સંખ્યામાં ગામ લોકો શાળાએ પહોંચ્યા હતા, જ્યાં ગામ લોકોએ હોબાળો મચાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. હવે જોવાનું રહ્યું કે, શિક્ષક સામે કેવા પ્રકારના પગલા લેવામાં આવશે.

નોંધનીય છે કે, શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ફટકારવામાં આવતાં હોવાની ઘટનાઓ અનેક વખત પ્રકાશમાં આવી ચૂકી છે. ઘણી વખત સાવ સામાન્ય બાબતે પણ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવી ચૂક્યું છે. ઘટના સંદર્ભે વાલીઓમાં આક્રોશ જોવા મળતો હોય છે, ત્યારે આવા શિક્ષકો સામે પગલા પણ ભરવામાં આવતાં હોય છે.

Related Posts