Bollywood movie ‘OMG 2’| અક્ષય કુમારની ફિલ્મ OMG 2 સિનેમાઘરોમાં 11 ઓગસ્ટે રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મને દર્શકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ સેક્સ એજ્યુકેશનને હાઇલાઇટ કરે છે. સાથે જ સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. એવામાં ‘ઓહ માય ગોડ 2’ના નિર્માતાઓએ અક્ષય કુમારનો તેની ફિલ્મની સ્ક્રીનિંગ પછી થિયેટરમાં દર્શકો સાથે વાતચીત કરતો વીડિયો રિલીઝ કર્યો છે.
#OMG2ForEveryone 🙏 #OMG2Review
Book tickets now: https://t.co/z2mJq8z7jG#OMG2InCinemasNow pic.twitter.com/TrCKCbdtBt— Viacom18 Studios (@Viacom18Studios) August 12, 2023
ફિલ્મ ‘OMG 2’ ને CBFC તરફથી A સર્ટિફિકેટ મળ્યું
આ વિડીયોમાં અક્ષય કુમાર લોકોને ફિલ્મ કેવી લાગી એ વિશે પૂછે છે અને તેની સાથે જ ‘OMG 2’ ને CBFC તરફથી A સર્ટિફિકેટ મળ્યું તેની મજાક કરી અને કહ્યું કે આ ફિલ્મ શાળાઓમાં બતાવવી જોઈએ. નોંધનીય છે કે, શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવથી પ્રેરિત પાત્ર ભજવતો જોવા મળે છે. CBFCએ ડાયલોગ્સ અને સીન પર કોઈ પ્રતિક્રિયા ન આવે તે માટે ‘ઓહ માય ગોડ 2’ ના ઘણા સીન પર કાતર ચલાવી હતી. સાથે જ ફિલ્મ ‘OMG 2’ ને A સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. પરંતુ ફિલ્મ નિર્માતાઓ U/A સર્ટિફિકેટ ઇચ્છતા હતા.
બોલીવુડની પહેલી એડલ્ટ ફિલ્મ કે જે ટીનએજર્સ માટે બની
હાલ વાયરલ થયેલ એ વિડીયોમાં અક્ષય કુમારે કહ્યું, ‘તમને ફિલ્મ કેવી લાગી? આ પહેલી એડલ્ટ ફિલ્મ છે જે ટીનએજર્સ માટે બની છે. આ બધુ તો શાળાઓમાં બતાવવું જોઈએ. અત્રે જણાવી દઈએ કે, જ્યારે એક થિયેટરમાં ફિલ્મ પૂરી થઈ ત્યારે અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી દર્શકોને મળવા અને વાતચીત કરવા પહોંચ્યા હતા.
વિકેન્ડમાં ફિલ્મ ‘OMG 2’ એ સારી કમાણી કરી
અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ એ સારી કમાણી કરી છે. પહેલા દિવસે ફિલ્મે 10.26 કરોડની ઓપનિંગ લીધી હતી. ત્યારબાદ સારા રિવ્યુને કારણે ફિલ્મની કમાણી બીજા દિવસે વધી અને બોક્સ ઓફિસ પર 15.3 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. એટલે કે બે દિવસમાં ફિલ્મે 25.56 કરોડનું કલેક્શન કર્યું.હવે ત્રીજા દિવસે કલેક્શનની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર, ‘OMG 2’ એ રવિવારે 17.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.