પાલનપુર-અંબાજી હાઈવે પર સર્જાયો અકસ્માત, 2 બાઈક ચાલકના ઘટના સ્થળે જ મોત

by Dhwani Modi
An accident occurred on the Palanpur-Ambaji highway, News Inside

Road Accident| ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અકસ્માતના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત સર્જાતા બે યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા છે. હાલ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

બે યુવકોના ઘટના સ્થળે જ મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના પાલનપુર-અંબાજી હાઈવે પર ધનિયાણા ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે બે બાઈક સામસામે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બે યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. સમગ્ર બનાવની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી આવી હતી.

પોલીસે તપાસ હાથ ધરી
જે બાદ પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts