પતિને ગુજરાત જવાનું કહીને મહિલા તેના પ્રેમી સાથે પહોંચી ગઈ વિદેશ

by Dhwani Modi
woman ran away with lover abroad, News Inside

Rajasthan| સીમા હૈદર અને અંજુ બાદ હવે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની દીપિકાનું નામ ચર્ચામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, દીપિકા તેના બાળકોને છોડીને તેના પ્રેમી સાથે વિદેશ ભાગી ગઈ છે. હાલમાં દીપિકાના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તપાસ ચાલી રહી છે પરંતુ હજુ સુધી દીપિકાનો કોઈ પત્તો મળ્યો નથી. જોકે તે વિસ્તારના લોકો તેને લવ જેહાદની ઘટના ગણાવી રહ્યા છે.

રાજસ્થાનના ડુંગરપુરની ચોંકાવનારી ઘટના
રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ભમાઈ ગામથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં 10 જુલાઈના રોજ એક મહિલા ઘરેથી કહ્યા વગર અન્ય સમાજના યુવક સાથે વિદેશ જતી રહી હતી. મહિલાને બે બાળકો છે. એક દીકરી 11 વર્ષની છે જ્યારે દીકરો 7 વર્ષનો છે. પત્ની ઘરમાંથી અચાનક ગાયબ થઈ જતાં પતિએ ચિત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ હજુ સુધી તેનો પત્તો મળ્યો નથી. જેના કારણે રોષે ભરાયેલા લોકોએ ગતરોજ SP કચેરીનો ઘેરાવ કર્યો હતો.

ગુજરાત જવાનું કહી ઘરેથી નીકળી હતી મહિલા
પ્રાથમિક વિગતો મુજબ મહિલા બે બાળકો સાથે ગામમાં રહેતી હતી, જ્યારે તેનો પતિ મુંબઈમાં કામ કરતો હતો. પતિની ગેરહાજરીમાં મહિલા અવારનવાર ગુજરાત અને ઉદયપુર સારવાર માટે જતી હતી. 10મી જુલાઈના રોજ પણ તે પોતે બીમાર હોવાનું જણાવી સારવાર માટે ગુજરાત ગઈ હતી, પરંતુ 13મી જુલાઈ સુધી પરત આવી ન હતી.

પતિને વોટ્સએપ પર ફોન કર્યો અને કહ્યું……
આ દરમિયાન તેણીએ તેના પતિને વોટ્સએપ પર ફોન કરીને કહ્યું હતું કે, ‘તમે મારાથી નાખુશ હતા, તેથી હું તમારાથી દૂર આવી છું.’ આ સાંભળીને પતિ ચોંકી ગયો હતો. જ્યારે તે અફરાતફરીમાં મુંબઈથી ઘરે આવ્યો ત્યારે તેને તેની પત્ની ગાયબ હોવાનું જણાયું હતું. ઘરમાં તપાસ કરતાં લાખોની કિંમતના દાગીના અને રોકડ પણ ગાયબ હતી. જે બાદ પતિએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે તેની તપાસ હજુ પણ ચાલુ છે.

શું કહ્યું પોલીસ અધિકારીઓએ?
આ કેસમાં ચિત્રી પોલીસ સ્ટેશનના અધિકારી ગોવિંદ સિંહે જણાવ્યું કે, મુકેશ પાટીદારે રિપોર્ટમાં જણાવ્યું છે કે, તેની પત્ની દીપિકા 10 જુલાઈ 2023ના રોજ ઘરેથી સારવારના નામે ગુજરાત ગઈ અને ત્યાંથી તેની પત્ની ગુમ થઈ ગઈ હતી. આ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ.

તો શું મહિલા કુવૈત જતી રહી?
આ દરમિયાન મહિલાની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે એક યુવક સાથે બુરખો પહેરેલી જોવા મળી રહી છે. જ્યારે બીજી તસવીરમાં તે સાડીમાં જોવા મળી રહી છે. આ ઘટના અંગે લોકો જુદી જુદી વાતો કરી રહ્યા છે. મહિલા કુવૈત જતી રહી હોવાની વાત પણ સામે આવી રહી છે.

Related Posts