લંપટ શિક્ષકની કાળી કરતૂત સામે આવી, વિદ્યાર્થીનીઓને શૌચાલયમાં લઇ જઈને અશ્લીલ વીડિયો અને ફોટા બતાવ્યા

by Dhwani Modi
People were outraged at the lustful teacher, News Inside

Padra, Vadodara| વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં શિક્ષકની કાળી કરતૂતનો પર્દાફાશ થયો છે. મળતી જાણકારી અનુસાર, વડોદરાના પાદરા તાલુકાના અભોર પ્રાથમિક શાળાના મહેન્દ્ર જાદવ નામના શિક્ષકની કરતૂતથી ગ્રામજનો ખુબ રોષે ભરાયા છે. શિક્ષક મહેન્દ્ર જાદવ પર લોકોએ આરોપ લગાવ્યો હતો કે મહેન્દ્ર જાદવે ત્રણ વિદ્યાર્થીઓને અશ્લીલ વીડિયો અને ફોટા બતાવ્યા હતા.

આ વાતની જાણ વિદ્યાર્થીનીઓએ તેમના પરિવારજનોને કરતા તમામ લોકો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવીને ગ્રામજનોએ લંપટ શિક્ષકને પકડીને પોલીસને સોંપ્યો હતો. ગામના લોકોએ જણાવ્યું હતું કે શિક્ષક મહેન્દ્ર દારૂ પીને શાળામાં આવે છે. શાળાના શૌચાલયમાંથી પણ દારૂની ખાલી કોથળીઓ મળી આવી હતી. મોટી સંખ્યામાં ગામના લોકો વડુ પોલીસ સ્ટેશને એકઠા થયા હતા અને શિક્ષક મહેન્દ્ર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી.

શિક્ષકની કરતૂતનો પર્દાફાશ કરતા એક ગ્રામજને જણાવ્યું હતું કે મહેન્દ્ર જાદવ નામનો પ્રાથમિક શાળાનો શિક્ષક ત્રણ વિદ્યાર્થીનીઓને શૌચાલયમાં લઇ ગયો હતો અને અશ્લીલ ફોટા અને વીડિયો બતાવ્યા હતા. એટલુ જ નહી શિક્ષકે છોકરીઓને કહ્યું હતું કે, ‘હું તમને જેમ શીખવાડું એમ તમારે કરવાનુ એટલે બપોરે બે વાગ્યે હું બોલાવું તો તમે આવજો, હું તમને બધુ શીખવાડીશ’

તાજેતરમાં જ સુત્રાપાડાના પ્રાચી ગામે ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી યુવતીને શાળાના જ એક કર્મચારીએ તેની સાથે સેલ્ફી પાડી તેના ફિયાન્સને બતાવવા તેમજ વાયરલ કરવાની ધમકી આપી પોતાની સાથે લગ્ન કરવા મજબૂર કરતો હોવાની ફરિયાદ થઇ હતી.

મૂળ તાલાલાના વડાળા ગામે રહેતો હામિદ મુસા આંડાની નામનો આ શખ્સ પ્રાચી નજીકની એક ખાનગી શાળામાં નોકરી કરતો હતો. એજ શાળાની શિક્ષીકાની એકલતાનો લાભ લઈ સેલ્ફી પાડી આ શિક્ષકાને પોતાની સાથે લગ્ન કરવા અને પોતાનો ધર્મ અપનાવવા મજબુર કરતો હતો. અને જો તેમ ન કરે તો તેની જ્યાં સગાઈ થઈ હતી ત્યાં તેના ફિયાન્સને સેલ્ફી બતાવી સગાઈ તોડવા અને તેના ભાઈને ગુમ કરવાની ધમકી આપતો હોવાની ફરિયાદ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાતા ખળભળાટ મચી ગયો હતો.

Related Posts