સુરત બની રહ્યું છે ક્રાઇમ સીટી, સામાન્ય તકરારમાં અજાણ્યા શખ્સોએ યુવકને ચપ્પુના ઘા ઝીંકીને કરી હત્યા

by Dhwani Modi
Unknown persons killed the young men, News Inside

Surat| શહેરના નાનપુરા વિસ્તારમાં સ્ત્રી મિત્રના પુત્રની જન્મદિવસની પાર્ટીમાં પહોંચેલા યુવક પર અજાણ્યા શખ્સે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવકે એક વર્ષ પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા અને હાલ તેની પત્ની સગર્ભા છે. હત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે, અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

મૃતકના 1 વર્ષ પહેલા જ થયા હતા પ્રેમલગ્ન
સુરતમાં સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ગત રોજ રાત્રે વધુ એક હત્યાની ઘટના સામે આવતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના ઉમરા ગામ ખાતે આવેલી શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને ઉમરા ગામમાં જ પાસપોર્ટ ઓફિસની સામે ચિકનની લારી લગાવતાં પાર્થ રમેશભાઈ આહીરના એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને તેની પત્ની હાલમાં ગર્ભવતી છે.

સામાન્ય તકરાર હત્યામાં ફેરવાઈ
ગઈકાલે મોડી રાત્રે પોતાની સખી મિત્રના પુત્રનો જન્મદિવસ હોવાને લીધે આ યુવક નાનપુરા ખાતે પહોંચ્યો હતો. બાળકના જન્મદિવસની કેક કપાય તે પહેલા જ પાર્થની અજાણ્યા યુવકો સાથે તકરાર થઈ હતી. આ યુવકોએ ચપ્પુ વડે પાર્થ પર હુમલો કરતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યાની ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી. યુવકની હત્યા સાથે યુવકની પત્ની ગર્ભવતી હોવાના સમાચાર સામે આવ્યા હોવાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.

Related Posts