મણિનગરમાં લૂંટના ઇરાદે આવેલા શખ્સે જાહેર રસ્તા પર કર્યું ફાયરિંગ, ફિલ્મી ઢબે રસ્તા પર દોડી રહ્યો હતો યુવક

by Dhwani Modi
Open firing in Maninagar, News Inside

Maninagar firing case| ગુજરાત જાણે કે હવે યુપી-બિહાર બની રહ્યું હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા હથિયારોનું વેચાણ અને ઉપયોગ થતો હોય તેમ જોવા મળે છે. તેવામાં અમદાવાદના મણીનગર વિસ્તારમાં 15મી ઓગસ્ટની સાંજે ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા. જાહેર રસ્તા પર એક યુવક પોતાના હાથમાં ભરેલી બંદુક લઈને રોડ ઉપર દોડી રહ્યો હતો. તેની પાછળ લોકોનું ટોળું દોડતા તે શખ્સનો ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યો છે. લોકોએ યુવકને પકડીને પોલીસને હવાલે કરતા તે આર્મીમેન હોવાનું અને લૂંટના ઇરાદે જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ્યો હોવાની હકીકત કબૂલી છે. પોલીસે યુવક સામે આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યો છે. મણિનગર ખાતેની એલજી હોસ્પિટલ પાસે એક યુવક હાથમાં બંદૂક લઇને જવેલર્સના શો રૂમમાં લૂંટના ઇરાદે જઈ રહ્યો હતો. જો કે જાહેરમાં યુવકને બંદુક સાથે જોઈને સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને યુવક લૂંટ કરે તે પહેલા જ તેને પકડીને મણિનગર પોલીસને સોંપ્યો હતો. હાલ પોલીસે આ યુવકની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.

Police Station Isanpur In Maninagar,Ahmedabad Best Police, 40% OFF

હાથમાં કારતૂસ ભરેલી બંદુક લઈને દુકાનમાં પ્રવેશ્યો યુવક
મણીનગર ચાર રસ્તા પાસે આવેલા વૃંદાવન જ્વેલર્સમાં સાંજના સમયે વેપારી દુકાનમાં હાજર હતા. તે સમયે અચાનક એક વ્યક્તિ પોતાના હાથમાં એક બેગ લઈને શોરૂમમાં પ્રવેશે છે અને પોતાના મોઢા ઉપર રૂમાલ બાંધી પ્રવેશેલો યુવક તેની પાસે રહેલા થેલામાંથી બંદુક કાઢી વેપારીની સામે ધરી દે છે. વેપારી ફોન ઉપર વ્યસ્ત હતા અને અચાનક જ યુવકને હથિયાર સાથે શોરૂમમાં પ્રવેશેલો જોઈને તેઓએ પ્રતિકાર કર્યો હતો અને યુવકે શો રૂમમાંથી બહાર નીકળીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

લોકોના ટોળાને જોઈને યુવકે હવામાં કર્યું ફાયરિંગ
વેપારીએ બુમાબુમ કરતા આસપાસના સ્થાનિક લોકોનું ટોળું યુવકને પકડવા માટે તેની પાછળ દોડ્યું હતું. તે સમયે યુવકે પોતાની પાસે રહેલ બંદુકથી એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. યુવકે હવામાં ફાયરિંગ કરતા લોકોનું ટોળું વધુ માત્રામાં એકઠું થયુ હતું અને યુવકને પકડીને પોલીસને જાણ કરી હતી. મણિનગર પોલીસ સ્ટેશન ઘટના સ્થળેથી 300 મીટરની દુરી પર જ હોવાથી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. જે સમગ્ર ઘટનાનો વીડિયો અને શો રૂમના સીસીટીવી સામે આવ્યા છે. આ સમગ્ર મામલે હાલ તો પોલીસે જ્વેલર્સ વેપારીની ફરિયાદ લઈને આરોપી સામે લૂંટના પ્રયાસની કલમો હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

લૂંટના ઇરાદે આવેલો શખ્સ આર્મીમેન હોવાનું જણાવ્યું
પોલીસે યુવકને પકડીને પોલીસ મથકે લાવી તેની પુછપરછ હાથ ધરી હતી. જેમાં યુવકનું નામ લોકેન્દ્રસિંહ શેખાવત હોવાનું અને તે મૂળ જયપુર રાજસ્થાનનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. યુવક આર્મીમાં જમ્મુ કાશ્મીર ખાતે 109 મરાઠા લાઈટ ફ્રન્ટ લાઈન બટાલિયનમાં ફરજ બજાવતો હોવાનું અને 5.50 લાખનું દેવું થઈ જતા તેણે લૂંટનું કાવતરું બનાવ્યું હોવાની માહિતી પોલીસને આપી હતી. યુવકે અગાઉ એક જગ્યાએથી તેને મળેલી બંદુક સાથે જયપુરથી ટ્રેન મારફતે અમદાવાદમાં આવ્યો હતો અને ખોખરા પાસે આવેલી એક હોટલમાં રોકાયો હતો અને આ જ્વેલર્સની દુકાનમાં સાંજના સમયે લૂંટનો પ્રયાસ કર્યો હોવાની કબુલાત કરી છે.

Related Posts