શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી, શિક્ષકે 11 વર્ષની બાળકી સાથે કર્યા શારીરિક અડપલાં

by Dhwani Modi
The teacher physically assaulted the girl, News Inside

Anand, Gujarat| આણંદનાં મોગરી ગામની સેંટ મેરી સ્કૂલમાં 11 વર્ષની બાળકી સાથે શિક્ષકે શારીરિક અડપલાં કરતા આજે સવારે વાલીઓ દ્વારા શાળામાં હોબાળો મચાવતા ચકચાર મચી જવા પામી છે.

મોગરી ગામની સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ-5માં અભ્યાસ કરતી 11 વર્ષની બાળકીનાં ઇન્ટરનલ પરીક્ષામાં માર્ક્સ ઓછા આવતા શાળાના શિક્ષક અનિલ મેકવાન દ્વારા બાળાને CCTV ન હોય તેવા રૂમમાં લઈ જઈ ઓછા માર્ક્સ આવ્યાની વાતની જાણ તેના વાલીઓને કરવાની ધમકી આપી અઘટિત માંગણી કરી બાળા સાથે શારીરિક અડપલાં કર્યા હતા. તેમજ બાળકીને પોતાના હાથમાં બ્લેડ મારવા મજબુર કરી હતી.

આ ઘટના બાદ બાળકી ગભરાઈ ગઈ હતી અને ત્રણ દિવસથી જમવાનું બંધ કરી એક રૂમમાં પુરાઈ રહેતી હતી અને શાળામાં જવાની નાં પાડતાં તેની માતાએ પૂછપરછ કરતા બાળાએ શિક્ષક દ્વારા શારીરિક અડપલાં કર્યા હોવાની વાત જણાવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.

આ ઘટના બાદ આજે શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે શાળાના આચાર્ય દ્વારા શિક્ષકને બચાવવાનો પ્રયાસ કરતા વાલીઓમાં રોષ પ્રવર્તી ઉઠ્યો હતો. આ ઘટનાને લઈને વલ્લભવિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને શિક્ષકને પોલીસ મથકમાં લઈ જઈ શિક્ષક અને પીડિત બાળાની પૂછપરછ હાથ ધરી છે.

Related Posts