બુરખો પહેરીને લેડીઝ ટોયલેટમાં ઘુસ્યો શખ્સ, ફોનમાં કેમેરા ચાલુ મૂકીને નીકળી ગયો બહાર

by Dhwani Modi
men entered in ladies washroom in Kerala, News Inside

Kerala| કેરળના પ્રખ્યાત લુલુ મોલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંની એક આઈટી ફર્મમાં કામ કરતા એન્જિનિયર પર આરોપ છે કે, તેણે બુરખો પહેરીને લેડીઝ ટોયલેટમાં પ્રવેશ કર્યો અને મોબાઈલ ફોન પર છોકરીઓના વીડિયો રેકોર્ડ કર્યા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેના પર ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેરળના લુલુ મોલમાંથી પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. તેના પર મોલના લેડીઝ ટોયલેટમાં ઘૂસીને મોબાઇલથી યુવતીઓના વીડિયો રેકોર્ડ કરવાનો આરોપ છે. પોલીસે IPCની કલમ 354(C) અને 419 (વેશપલટો) અને ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(E) હેઠળ આરોપીની ધરપકડ કરી છે. આરોપી વ્યવસાયે આઇટી ફર્મમાં કામ કરતો એન્જિનિયર છે. તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

લુલુ મોલમાં બુરખો પહેરીને ઘુસ્યો, મોબાઈલનો કેમેરો ચાલું મૂકીને જતો રહ્યો
આ ઘટના બુધવારે લુલુ મોલની છે, જ્યાં ઇન્ફોપાર્કની એક અગ્રણી આઇટી ફર્મમાં કામ કરતો આરોપી ‘બુરખો’ પહેરીને મહિલાઓના શૌચાલયમાં પ્રવેશ્યો હતો અને ત્યાં પોતાનો મોબાઇલ મૂકી દીધો હતો. તેણે પોતાનો ફોન એક નાનકડા પૂંઠાના બોક્સમાં મૂક્યો, જેથી તે કેમેરાથી વીડિયો રેકોર્ડ કરી શકે. તેણે બોક્સમાં એક કાણું પાડ્યું અને તેને વોશરૂમના દરવાજા પર ચોંટાડી દીધું. ત્યારબાદ શંકાસ્પદ વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો અને શૌચાલયના મુખ્ય દરવાજાની સામે ઉભો રહ્યો.

કેવી રીતે પકડાયો
આરોપીના શંકાસ્પદ અને ગુપ્ત વર્તનને ધ્યાનમાં રાખીને, મોલના સુરક્ષા કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી, જેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આરોપીની પૂછપરછ કરી હતી.” પોલીસે જણાવ્યું હતું કે પૂછપરછમાં બહાર આવ્યું છે કે તે એક મહિલા તરીકે ઢોંગ કરવા માગતો હતો અને આ રીતે ટોઈલેટમાં આવતી મહિલાઓના વીડિયો રેકોર્ડ કરવાનો ઈરાદો ધરાવતો હતો. પોલીસે આરોપીનો બુરખો અને મોબાઈલ કબજે કરીને તેની ધરપકડ કરી હતી.

Related Posts