Madhya pradesh Eletion| આ વર્ષે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ભાજપે હવે વિલંબ કર્યા વિના પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે. મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 39 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સીઇઓની બેઠકમાં મધ્ય પ્રદેશની તે સીટો પર ચર્ચા કરવામાં આવી, જેના પર ભાજપ ગત ચૂંટણી જીતી શકી ન હતી અથવા તો ક્યારેય જીતી શકી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં B અને C કેટેગરીની બેઠકો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી, આવી 40થી વધુ બેઠકો માટેના ઉમેદવારોની પેનલ પર પણ ચર્ચા કરવામાં આવી હતી, આ એવી બેઠકો છે જ્યાં ભાજપ ગત ચૂંટણીમાં હારી ગઇ હતી અથવા તો પછી ક્યારેય જીતી જ નથી.
પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મધ્યપ્રદેશની તે બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી, જે 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટા માર્જિનથી હારી હતી અથવા જે બેઠકો ભાજપ ક્યારેય જીતી શકી નથી. સૂત્રોનું માનીએ તો તેમાં છબુઆ, છરપુર અને ચિત્રકૂટ સહિત કુલ 39 સીટોનો સમાવેશ થાય છે.