શ્રાવણ મહિનાની શરૂઆતમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના લોકો માટે સારા સમાચાર, ST નિગમે લીધો એક્સ્ટ્રા બસ દોડાવાનો મહત્વનો નિર્ણય

by Dhwani Modi
ST Corporation will start extra bus, News Inside

GSRTC| શ્રાવણ માસને તહેવારોનો મહિનો કહેવાય છે. જેમાં રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન, નાગ પાંચમ, સાતમ, આઠમ, નોમ સહિતના તહેવારો ઉપરાછાપરી આવતા હોય છે, ત્યારે તહેવારોની આ સિઝનમાં ST નિગમે એકસ્ટ્રા સંચાલન કરીને સારી આવક મેળવે તેનું આયોજન કરી લીધું છે. શ્રાવણ મહિનો શરૂ થતાં જ ભક્તો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. ST વિભાગ શ્રાવણ મહિનામાં એક્સ્ટ્રા બસ દોડાવશે.

શ્રાવણ મહિનો શરૂ થતાં જ ST નિગમ એક્સ્ટ્રા બસ દોડાવશે. આ વર્ષે જૂનાગઢ-સોમનાથ મિની બસ સેવા રાખવામાં આવી છે. મોરબીથી રફાળેશ્વર મહાદેવ મંદિર માટે વધારાની બસ દોડશે. જસદણથી ઘેલા સોમનાથ માટે પણ વધારાની બસ મૂકાઈ છે. ધાર્મિક મેળાવડા થાય ત્યાં પણ ખાસ બસની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગ્રુપમાં ધાર્મિક સ્થળે જવું હોય તો તેના માટે પણ વ્યવસ્થા કરવાનું સુચન કરાયું છે. દરેક ડિવિઝનમાં 10 એક્સ્ટ્રા બસનું સંચાલન કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. 16 ડિવિઝનમાં 150થી વધુ એક્સ્ટ્રા બસ શ્રાવણ મહિનામાં દોડાવાશે. આ સાથે જરૂર જણાય ત્યાં વધુ બસ મુકવાનું ST નિગમ દ્વારા સુચન કરાયું છે.

મહત્વનું છે કે, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવાં તહેવારોને લઇને દર વર્ષે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ લોકોનો ધસારો વધુ હોય છે. તહેવારોમાં જરૂરિયાત મુજબ વધારાની બસ શરૂ કરવાની પણ ડેપો મેનેજરને સૂચના અપાઇ છે. તહેવારોના અનુસંધાને રાજ્યમાં અમદાવાદ, અમરેલી, જૂનાગઢ, વડોદરા, ભાવનગર, વલસાડ, રાજકોટ, પાલનપુર, મહેસાણા, નડિયાદ અને ભરૂચ સહિતના વિસ્તારમાં પણ વધારાની બસ શરૂ કરવામાં આવશે.

 

Related Posts