આ તે કેવી લાલચ, રૂપિયા કમાવવા સસરાએ પુત્રવધૂને બે-બે કલાક સુધી નગ્ન ડાન્સ કરાવી વિડીયો એડલ્ટ સાઈટ પર મુક્યા

by Dhwani Modi
Accused of Rajkot Crime case, News Inside

Rajkot| રાજકોટમાં રૂપિયા કમાવવાની લાલચે સાસુ-સસરાએ પુત્ર અને પુત્રવધૂના અંગત પળોના વીડિયો ઉતારી એડલ્ટ વેબસાઈટ પર મુકતા ખળભળાટ મચી ગયો હતો. પરિણીતાએ સાયબર ક્રાઇમમાં સાસુ-સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપી પતિ, સસરા, અને સાસુના રિમાન્ડ પૂર્ણ થતા આજે ફરી તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પોલીસની પૂછપરછમાં આરોપીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આરોપી સસરાએ ઘરના એક રૂમમાં મસાજ પાર્લર પણ બનાવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મસાજ પાર્લરમાં પણ સસરાએ એક વેબ કેમેરો લગાવ્યો હતો.

પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે વેબસાઇટ પર મુકવા માટે સસરાએ પીડિતા પાસે નગ્ન ડાન્સ કરાવ્યો હતો. સસરો પુત્રવધૂ પાસે રાત્રે બે-બે કલાક સુધી નગ્ન ડાન્સ કરાવતો હતો. એટલું જ નહી સસરાએ ઓનલાઇન સેક્સ ટોયઝ પણ મંગાવ્યા હોવાનો ખુલાસો પોલીસની પૂછપરછમાં થયો હતો.

ભોગ બનનાર પરિણીતાએ એવા આક્ષેપો કર્યા હતા કે, તે જયારે ગર્ભવતી હતી ત્યારે સસરાએ પતિ પાસેથી તેના પેટ સહિતના ભાગોનો વીડિયો ઉતરાવ્યો હતો. આ ઉપરાંત નેકેડ વીડિયો પણ ઉતરાવ્યા હતા. સસરા તેના આ વીડિયો જોતા હતા. જેમાં સાસુ પણ સાથ આપતી હતી. આ બાબતનો તેણે ઘણો વિરોધ કર્યો હતો, પરંતુ પીડિતાને ગમે તે રીતે ચૂપ કરાવી દેવામાં આવી હતી. સસરાએ તેના રૂમમાં CCTV કેમેરા ફીટ કરાવ્યા હતા. એટલું જ નહીં પતિ સાથેના અંગત ક્ષણોના દ્રશ્યો સસરા પોતાના રૂમમાં લગાડેલી સ્ક્રીન પર લાઈવ જોતા હતા.

આટલેથી ન અટકતા સસરાએ એક હોટલમાં 3 આફ્રિકન કોલગર્લ બોલાવી હતી. જેની સાથે પતિને સેકસ કરવાનું કહી તેજ રીતે તેને ઘરે પણ પતિ સાથે સેકસ કરવાની ફરજ પાડી હતી. વાત અહીં પુરી થતી નથી. સસરાએ તેને નગ્ન વીડિયો બતાવી તે મુજબ એકટ કરવાની સૂચના આપી હતી. એક એડલ્ટ વેબસાઈટ ઉપર તેના લાઈવ શો પણ કર્યા હતા. જેમાં તેના માસ્ક પહેરાવેલા કામૂક વીડિયો મૂકાવ્યા હતા. આ રીતે સસરા તેના લાઈવ વીડિયો મૂકાવી કમાણી કરતા હતા.

સાયબર ક્રાઇમના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીપી) વિશાલ રબારીએ કહ્યું હતું કે, પીડિતાના જણાવ્યા અનુસાર, વેબ સાઇટ માટે તેના પતિ સાથે 10 વખત શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આરોપીઓના ઘરની તપાસ કરતા માસ્ક, કપડાં, CCTVનું ડીવીઆર, કોમ્પ્યુટર સિસ્ટમ, વેબકેમ વગેરે કબજે કરાયું હતું.

Related Posts