ગાંધીનું ગુજરાત મહિલાઓ માટે બન્યું અસુરક્ષિત, આરોપી અમદાવાદમાં 21 વર્ષીય યુવતીની કરતો હતો છેડતી

by Dhwani Modi
auto driver molest a 21 year old girl, News Inside

Ahmedabad| પૂર્વ વિસ્તારમાં વધુ એક છેડતીની ઘટના બનવા પામી છે. મણિનગરમાં એક રીક્ષા ચાલકે 21 વર્ષીય યુવતીની છેડતી કરતા પરિવારે રંગે હાથ પકડી પાડતા મણિનગર પોલીસે છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી છે.

મણિનગર પોલીસ સ્ટેશનમાં ઉભેલા આ શખ્સનું નામ છે શેરખાન પઠાણ છે. જેની ઉંમર 35 વર્ષ છે અને તે મિલત નગરમાં રહે છે. તથા રીક્ષા ચલાવવાનો ધંધો કરે છે. ગુરુવારની રાત્રે મણિનગર પોલીસે 21 વર્ષીય યુવતીના છેડતીના ગુનામાં શેરખાન પઠાણની ધરપકડ કરી છે.

આ આરોપી શેરખાન પઠાણ છેલ્લા 3 મહિનાથી 21 વર્ષીય યુવતીની પજવણી કરી છેડતી કરતો હતો. ત્યારે ગુરુવારની રાત્રે ફરિયાદી યુવતી દક્ષિણી સોસાયટીના રસ્તા પરથી પસાર થઇ રહી હતી, ત્યારે છેડતી કરતા ફરિયાદી યુવતીના બનેવી એ પીછો કરીને આરોપી શેરખાનને ઝડપી પાડ્યો હતો.

ફરિયાદી યુવતીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તે મુજબ શેરખાન છેલ્લા 3 મહિનાથી તેની પજવણી અને છેડતી કરી રહ્યો હતો ત્યારે 15 દિવસ પહેલા ફરિયાદી યુવતી એ પોતાની માતાને આ બનાવ અંગે જાણ કરી હતી. ત્યારે ફરિયાદી યુવતીની માતાએ રીક્ષા ચાલક શેરખાન પઠાણને ઠપકો આપતા 15 દિવસ માટે પજવણી કરતો બંધ થઇ ગયો હતો.

ત્યાર બાદ ફરી હેરાન પરેશાન કરી રહ્યો હતો. ત્યારે ફરિયાદી યુવતીએ પોતાના બનેવીને જાણ કરી અને બનેવીએ ગુરુવારની રાત્રે શેરખાન પઠાણને છેડતી કરતા રંગે હાથે પકડીને મણિનગર પોલીસને હવાલે કર્યો હતો. મણિનગર પોલીસે રીક્ષા ચાલક શેરખાન પઠાણની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts