કેજીમાં ભણતા 5 વર્ષના બાળકને વાંચતા ન આવડ્યું તો મળી સજા, શિક્ષકે માસુમ બાળકને ઢોર માર માર્યો

by Dhwani Modi
the teacher beat up 5 years old child, News Inside

Ahmedabad| શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી શક્તિ શાળામાં વિદ્યાર્થીને બેરહેમીથી શિક્ષકે ફટકાર્યા હોવાની ઘટના સામે આવી છે. 5 વર્ષના વિદ્યાર્થીને માર મારવાની આ ઘટનાથી વિવાદ સર્જાયો છે. વાંચતા નથી આવડતું કહીને શિક્ષકે બાળકને ફટકાર્યો હોવાનો વાલીએ આક્ષેપ લગાવ્યો છે. સાથે જ વિદ્યાર્થીને માર માર્યાના વિડિયો વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વિદ્યાર્થીને માર મારવાની શિક્ષકે કબૂલાત કરી છે. શિક્ષકે કહ્યું કે, વિદ્યાર્થીને વાંચવા ઉભો કરતાં તોફાન કરતો હતો. ઘટના બાદ માર મારનાર શિક્ષકને સસ્પેન્ડ કરાયા છે.

5 વર્ષના માસૂમ બાળકને માર્યો ઢોર માર
છેલ્લા કેટલાક દિવસોથી શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં વધુ એક વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટનાએ વિવાદ સર્જ્યો છે. ચાંદલોડીયામાં આવેલી શક્તિ સ્કૂલમાં બનેલ ઘટનામાં છેલ્લા એક મહિનાથી શિક્ષક વિદ્યાર્થીને માર મારતી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. વાલીએ આ અંગે જણાવ્યું કે, મારો દીકરો શક્તિ સ્કૂલમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે. છેલ્લા એક મહિનાથી તેને કોઈને કોઈ પ્રકારે માર મારવામાં આવે છે. તેને વાંચવામાં તકલીફ પડતી હોવાથી શિક્ષકે તેને ઢોર માર્યો છે. સિનિયર કેજીમાં અભ્યાસ કરતા બાળકને આ પ્રકારે પગમાં ફૂટપટ્ટી દ્વારા માર મારવો એ કેટલું યોગ્ય કહી શકાય. ગઈકાલે જ્યારે બાળક ઘરે પહોંચ્યો, ત્યારે તેના પગમાં માર માર્યાના નિશાન દેખાયા એટલે ખબર પડી કે મારા દીકરાને માર મારવામાં આવ્યો છે.

શાળાના સંચાલકનું શું કહેવું છે?
શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં આવેલી શક્તિ સ્કૂલમાં શિક્ષકે સિનિયર કેજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પગમાં ફૂટપટ્ટી મારીને સોર પાડી દીધા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વિદ્યાર્થીના માતા પિતાએ આ મામલે આજે સ્કૂલમાં હોબાળો મચાવ્યા બાદ સમગ્ર મામલો ગરમાયો હતો. વાંચવામાં શબ્દ બોલવાનું રહી જતાં શિક્ષક ઉશ્કેરાઇ હતી અને પગમાં સોટી મારી દીધી હતી. વિદ્યાર્થી જ્યારે સ્કૂલેથી ઘરે આવ્યો ત્યારે તેના પગમાં સોર જોઇને માતા ચોંકી ઉઠી હતી. આ મામલે હવે બાળકના વાલીએ શાળાના સંચાલક અને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસમાં પણ ફરિયાદ કરવાની તૈયારી કરી છે. બીજી તરફ શાળાના સંચાલક માણેકભાઈ પટેલે જણાવ્યું કે, શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટના ધ્યાને આવી છે જે શરમજનક છે. જોકે, શિક્ષકે આ મામલે માફી માંગી છે અને આ પ્રકારની ઘટના બીજીવાર નહીં બને તે પ્રકારની બાંહેધરી આપી છે. શક્તિ સ્કૂલના સંચાલકે કહ્યું કે, અમે પણ આ ઘટના મામલે શિક્ષક સામે કડક પગલા લઇશું.

Related Posts