તારક મહેતા…. શોના પૂર્વ ડાયરેક્ટરે શોના મોટા ભાગના એક્ટર્સને કહ્યા ‘કાચિંડા’, જાણો કોના માટે શું કહ્યું માલવ રાજદાએ

by Dhwani Modi
Malav Rajda aginst TMKOC, News Inside

TMKOC| માલવ રાજદા લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના’ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. તેઓ આ શો સાથે સતત 14 વર્ષ સુધી જોડાયેલા રહ્યા અને તેમના ડાયરેક્શનની સ્ટાઈલને પણ લોકોએ ખુબ પસંદ કરી. જો કે તેમણે નવી તકો શોધવા માટે આ શોને અલવિદા કહ્યું હતું. હાલમાં જ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે વાતચીતમાં તેમણે શો વિશે કેટલાક એવા ખુલાસા કર્યા કે તારક મહેતા શોના ફેન્સ ચોંકી ઉઠ્યા.

કલાકારોને ગણાવ્યાં કાચિંડા
પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સ સાથે એક ચેટ સેશનમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પૂર્વ ડાયરેક્ટર માલવ રાજદાએ શોના એકટર્સ સાથે તેમના બોન્ડ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જેનિફર મિસ્ત્રી બંસીવાલ, અમિત ભટ્ટ, અઝહર શેખ, પલક સિંધવાની, અંબિકા રાજનકર જેવા કલાકારોના નામ લઈને જવાબ આપ્યો. તેમણે એ કહીને બધાને ચોંકાવી દીધા કે તેમને એહસાસ થયો કે શોના મોટાભાગના કલાકારો કાચિંડા જેવા છે.

શું માલવ રાજદા શોમાં કરશે કમબેક?
શોના પૂર્વ ડાયરેક્ટર માલવ રાજદાને જ્યારે વધુમાં પૂછવામાં આવ્યું કે, શું તારક મહેતા શોમાં તેમની વાપસીની શક્યતા છે? તો તેમણે તેનો જવાબ આપતા તેને અશક્ય ગણાવ્યું અને ફિલ્મ દિલજલેનું લોકપ્રિય ગીત ‘હો નહીં સકતા’ વગાડ્યું. એવું પૂછવામાં આવ્યું કે શું શોના જૂના કલાકારો પણ ક્યારેય પાછા આવશે અને શોને પહેલા જેવો બનાવી શકાશે? તો તેમણે ફિલ્મ લજ્જાનું ગીત ‘બડી મુશ્કિલ હૈ’ વગાડીને એક વધુ મજેદાર જવાબ આપ્યો હતો.

શો છોડવાના કારણ પર શું કહ્યું?
તેમણે પોતાના, શૈલેષ લોઢા, ભવ્ય ગાંધી અને જેનિફર મિસ્ત્રી બંસીવાલ જેવા લોકોના શો છોડવા પાછળના કારણ અંગે ખુલાસો કરવા ઈજ્જત સે જીના ઈજ્જત સે મરના અને ભ્રષ્ટાચાર કે ખિલાફ જંગ હમારી, અત્યાચાર કે ખિલાફ જંગ હમારી ગીતને ડેડિકેટ કર્યું. જ્યારે તેમને મેકર અસિત મોદી સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે ફિલ્મ 1942: એ લવ સ્ટોરીનું ગીત કુછ ના કહો, કુછ ભી ના કહો વગાડીને મજેદાર જવાબ આપ્યો હતો.

દિલિપ જોશી વિશે કરી આવી વાત
માલવ રાજદાએ તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા શોના જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી સાથે કામ કરવાનો અનુભવ ખુબ શાનદાર ગણાવ્યો અને તેમને, અમિત ભટ્ટ અને મંદાર ચંદવાડકરને શોમાં ટોપ 3 એકટર્સમાં શામેલ કર્યા.

જ્યારે એવું પૂછવામાં આવ્યું કે આટલો પ્રેમ મળવા છતાં તેઓ શોથી આટલી નફરત કેમ કરે છે? તો તેમણે જવાબ આપ્યો કે તે હંમેશા લેવડદેવડ હોય છે અને તેમને શોમાંથી ઘણું બધુ મળ્યું છે. પરંતુ તેમણે શોને ઘણું બધુ આપ્યું પણ છે. આથી તેઓ ક્યારેય તેનાથી નફરત કરી શકે નહીં. એટલે સુધી કે તેમણે શોમાં સોનુની ભૂમિકા ભજવતી નિધિ ભાનુશાળીને પણ તેની પત્ની પ્રિયા રાજદા કે જેણે રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવી હતી, તેના બાદ શોમાં પોતાની ફેવરિટ અભિનેત્રી ગણાવી હતી.

Related Posts