Madras High-court| સગીર વયનાઓ સાથે શારીરિક ઉત્પીડન મામલે મદ્રાસ હાઈકોર્ટે અનેક નિર્દેશ આપ્યા છે. જેમાં કહેવાયું છે કે સગીર વયના લોકો વચ્ચે સહમતિથી બનેલા શારીરિક સંબંધ મામલાઓમાં રિપોર્ટ દાખલ કરવા માટે સગીર પિતાના નામની જરૂર નથી. સગીર યુવકના નામ વગર જ છોકરીનો ગર્ભપાત થઈ શકે છે. આ ગર્ભપાત એવા સંજોગોમાં કરી શકાય જ્યારે સગીરા કે પછી તેના પરિજનો પોક્સો હેઠળ કાનૂની રીતે આગળ વધવા ન માંગતા હોય.
જસ્ટિસ એન આનંદ વેંકટેશ અને જસ્ટિસ સુંદર મોહનની બેન્ચે નિર્દેશ આપતા સુપ્રીમ કોર્ટના આદેશનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અનેક કેસોમાં રિપોર્ટ માટે સગીર છોકરા એટલે કે જેણે સગીરાને ગર્ભવતી બનાવી છે તેનું નામ આપવા માટે ભાર મૂકવામાં આવે છે. આવામાં સગીરા અને તેના પરિજનો કોઈ પણ ડોક્ટર પાસે ગર્ભપાત કરાવવા જતા રહે છે. જે યોગ્ય નથી. કારણ કે ત્યાં નામ નોંધ્યા વગર જ ગર્ભપાત થઈ શકે છે.
પોતાની વાત આગળ વધારતા મદ્રાસ હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે રેપ પીડિતોનો ટુ ફિંગર ટેસ્ટ કોઈ પણ સંજોગોમાં કરી શકાશે નહીં. કારણ કે સુપ્રીમ કોર્ટ આ કેસમાં પહેલા જ પોતાનો ચુકાદો આપી ચૂકી છે. જો ડોક્ટરોને એ વાતની ભાળ મેળવવાની જરૂર પડે કે હાઈમનમાં કોઈ ઈજા થઈ છે કે નહીં તો તેના માટે કોઈ એક ઉપકરણનો ઉપયોગ થઈ શકે છે. કોર્ટે કહ્યું કે, શારીરિક અપરાધોના મામલાઓમાં પોટેન્સી ટેસ્ટ પણ વારંવાર કરવાની જરૂર નથી. પોટેન્સી ટેસ્ટ કોઈ પણ વ્યક્તિની નપુંસકતાની તપાસ માટે કરવામાં આવે છે.
પોટેન્સી ટેસ્ટ પર મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે કોર્ટે એ વાતને ધ્યાનમાં રાખવાની રહેશે કે શારીરિક અપરાધો કરનાર વ્યક્તિ શક્તિશાળી ગણવામાં આવે છે. આવામાં જો આરોપીને બચાવવા માટે નપુંસકતાનું બહાનું બનાવે તો એ સાબિત કરવાનું દબાણ પણ તે આરોપી પર રહેશે. આમાં એ સ્પષ્ટ થાય છે કે આરોપી વ્યક્તિની સામાન્ય તપાસને પોટેન્સી ટેસ્ટ સાથે ભ્રમિત કરવું જોઈએ નહીં.