ભાવનગરની સર ટી. હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી, યુવકને સારવાર માટે જગ્યા ન મળી, મોત બાદ હોસ્પિટલમાં રખડતા કૂતરાએ ચહેરો ફાડી ખાધો

by Dhwani Modi
Negligence of sir T. hospital, News Inside

Bhavnagar| ભાવનગરની સર ટી. હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરની સર ટી. હોસ્પિટલ ખાતે નિર્મલનગરનો એક યુવાન સારવાર લેવા માટે આવેલ હતો. જેને સારવાર નહિ મળતા હોસ્પિટલ ખાતે આવેલ વિશ્રામ ગૃહમાં સુઈ ગયો હતો, જ્યાં રાત્રે કોઈ કારણોસર તેનું મોત થતા હોસ્પિટલમાં રખડતા કૂતરાએ મૃતક યુવાનનો ચહેરો ફાડી ખાધો હતો.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, ભાવનગરની સર ટી. હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરની સર ટી. હોસ્પિટલ ખાતે નિર્મલનગર શેરી નંબર-5માં રહેતા અને સર ટી. હોસ્પિટલ રોડ પર નાસ્તાની દુકાનમાં કામ કરતા સુરેશભાઈ પરષોત્તમભાઈ ભીલ તેમને થયેલ બીમારીની સારવાર લેવા માટે આવ્યા હતા. પરંતુ સારવાર નહીં મળતા તેમણે હોસ્પિટલના પટાંગણમાં જ રાત્રે આશરો લીધો હતો.

રાત્રી દરમિયાન કોઈ કારણોસર સુરેશભાઈ ભીલનું મૃત્યુ નીપજ્યું હતુ અને સર ટી. હોસ્પિટલમાં રખડતા કૂતરાઓએ તેમનું મોઢું ફાડી ખાધું હતું. હોસ્પિટલ પ્રશાસન દ્વારા બિનવારસી જાહેર કરી પરિવારની શોધખોળ પહેલા પોસ્ટમોર્ટમ કરી નાખ્યું હતું. ત્યારબાદ હોસ્પિટલ પ્રશાસન દ્વારા નિલમબાગ પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં મૃતકના ખિસ્સામાંથી તેની ઓળખ છતી કરતો કાગળ મળી આવતા પરિવારને જાણ કરવામાં આવી અને અંતિમ વિધિ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, નિર્મલનગરની શેરી નંબર-5માં રહેતા અને સર ટી. હોસ્પિટલ રોડ પર નાસ્તાની દુકાન ધરાવતા સુરેશભાઈ ભીલ સારવાર માટે હોસ્પિટલ ગયા હતા. પરંતુ સારવાર માટે જગ્યા ન મળતાં તેમણે હોસ્પિટલના પ્રાંગણમાં જ આશરો લીધો હતો. આ દરમિયાન કોઈ કારણોસર મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું હતું.

Related Posts