Dahod| દાહોદમાં ચા બનાવી આપવાનો ઓર્ડર નહીં માનતા પૌત્રએ દાદાની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચા બનાવવા જેવી નજીવી બાબતે માથાકૂટ થતાં પૌત્રએ દાદાના માથામાં લોખંડનો સળિયો મારી હત્યા કરી હતી. પૌત્રને ચા પીવી હોવાથી દાદાને ચા બનાવવાનું કહ્યું હતું, પરંતુ દાદાએ ચા બનાવવાની ના પાડતાં પૌત્ર ઉશ્કેરાયો અને મારામારી કરવા લાગ્યો હતો. પૌત્રએ લોખંડનો સળિયો મારતાં દાદાને ગંભીર ઇજા પહોંચી હતી. તેથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં વૃદ્ધનુ મોત નિપજ્યું છે. જોકે, સમગ્ર ઘટનાની જાણ થતાં યુવકના પિતાએ જ પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યારા પૌત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોરીની શંકામાં શ્રમીજીવીઓને ઢોર માર માર્યાની ઘટના સામે આવી
સુરતમાં ચોરીની શંકામાં શ્રમીજીવીઓને ઢોર માર મારવામાં આવ્યો છે. ચાણ્યપુરીમાં શ્રમજીવીઓને ઢોર માર મારતા વિવાદ વકર્યો છે. શ્રમિકો માછીમારી કરી પરત ફરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સરપંચના પતિ દેવુ ચૌધરી સહિત સ્થાનિકો પર આક્ષેપ છે. સોસાયટીમાં ચોરીની બુમો પાડીને ઢોર માર માર્યો હતો. પાઈપ અને લાકડીથી ઢોર મારનો વીડિયો વાયરલ થયો હતો. હાલ ઘાયલ શ્રમજીવીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે બારડોલી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
ભાઈ-બહેને ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત
મૂળ ભાવનગરના અને સુરતમાં રહેતા મોરડિયા પરિવારના વધુ બે સભ્યોએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે. થોડા સમય પહેલા પરિવારના 4 સભ્યો આપઘાત કરી મોતને ભેટ્યા હતા. આર્થિક સંકડામણના લીધે દંપતિએ પોતાના અન્ય બે બાળકો સાથે સામૂહિક આપઘાત કર્યો હતો. પરિવારે સામુહિક આપઘાત કર્યો ત્યારે અન્ય બે બાળકો સ્થળ પર હાજર ન હતા. પરિવાર ગુમાવ્યા બાદ સંબંધીઓ દ્વારા એક દીકરી અને એક દીકરાને ભાવનગર લઇ અવાયા હતા. પરિવાર મોતને ભેટી જતા આ બન્ને બાળકોએ પણ ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કર્યું હતું.