સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 27 અઠવાડિયાની ગર્ભવતી દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની આપી મંજૂરી

by Dhwani Modi
supreme court gave decision on 2011 case, News Inside

New Delhi| સુપ્રીમ કોર્ટે 27 અઠવાડિયાની ગર્ભવતી સ્ત્રીને ગર્ભપાતની મંજૂરી આપી છે. કોર્ટે પોતાની સંવૈધાનિક શક્તિઓનો ઉપયોગ કરીને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે અને હવે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે, ગુજરાત હાઈકોર્ટે 17 ઓગસ્ટના રોજ પીડિત મહિલાની ગર્ભપાતની અરજી ફગાવી દીધી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે મેડિકલ રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં ટાંકવામાં આવ્યું હતું કે, આ સ્ટેજ પર મહિલાની પ્રેગનેન્સી ટર્મિનેટ કરાઈ શકે છે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે જો, ભ્રુણ જીવિત રહે તો તેને ઈન્ક્યુબેટરમાં રાખવું અને એ સુનિશ્ચિત કરવું કે તે વધુ જીવી શકે. આ બાદ સરકારની જવાબદારી રહેશે કે, કાયદા હેઠળ બાળકને દતક લઈ શકાય. સામાન્ય રીતે કાયદા અનુસાર દુષ્કર્મ પીડિતાને 24 અઠવાડિયા સુધી ગર્ભપાતની છૂટ છે. પરંતુ આ કેસમાં સુપ્રીમ કોર્ટે તેના ખાસ અધિકારનો ઉપયોગ કરીને ગર્ભપાતની છૂટ આપી છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાતની એક દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે, ભારતીય સમાજમાં વિવાહ સંસ્થામાં ગર્ભાવસ્થા એક કપલ અને સમાજ માટે ખુશીનું માધ્યમ છે. જોકે, જ્યારે કોઈ મહિલા પોતાની ઈચ્છા વગર ગર્ભવતી બને છે, તો મહિલાના માનસિક સ્વાસ્થય પર મોટી અસર કરે છે.

પીડિયાના મેડિકલ રિપોર્ટ પર ધ્યાન આપતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ના અને ઉજ્જવલ ભુઈયાની બેન્ચે જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ અરજીને ફગવાવી યોગ્ય ન હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા 19 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ મેડિકલ બોર્ડ પાસેથી લેટેસ્ટ રિપોર્ટ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટે આ મામલા પર સુનવણી કરીને લાંબો સમય બગાડ્યો છે.

આ કેસમાં પીડિતા 25 વર્ષની છે અને તેણે સર્વોચ્ચ અદાલતમાં ગર્ભપાત માટે અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે સરકારી નીતિનો હવાલો આપીને અને મેડિકલ જોખમના આધાર પર પીડિતાની અરજીને નકારી કાઢી હતી. ગુજરાત હાઈકોર્ટના આ આદેશ બાદ પીડિતાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જેના પર સુનાવણી થઈ હતી અને નિર્ણય પીડિતાના પક્ષમાં આવ્યો હતો. જેમાં તેને 27 સપ્તાહના ભ્રુણનું ગર્ભપાત કરાવવાની મંજૂરી મળી હતી.

Related Posts