Anand| આણંદના કલેક્ટર ડી.એસ. ગઢવીને હનીટ્રેપમાં વિવાદાસ્પદ જમીનની ફાઈલ ક્લીયર કરીને કટકી કરવાની વાત સામે આવતા હવે ACBએ પણ તપાસમાં ઝંપલાવ્યુ છે. આણંદના કલેક્ટર ડી.એસ. ગઢવીને ફસાવવા જતાં RAC કલેક્ટર કેતકી વ્યાસ અને તેના સાગરિત જે.ડી.પટેલ ફસાયા છે. કેતકીએ અમદાવાદ અને વિરમગામમાં ખૂબ મોટા પ્રમાણમાં મિલકતો વસાવી હોવાનું, તેમજ જે.ડી.પટેલે વિદેશમાં પણ રોકાણ કર્યું હોવાની ચર્ચા છે. ત્યારે હવે ACBએ બંનેની મિલકતો અંગે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આરોપી જે,ડી.પટેલે સંદેશર કેનાલમાં હાર્ડ ડિસ્ક ફેંકી હતી. ત્યારે હનીટ્રેપ વીડિયો મામલે સળગાવેલા સ્પાય કેમેરાના અવશેષ શોધી કાઢવામાં આવ્યા છે. FSL અધિકારીઓએ સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે. આરોપીએ કેટલાક નક્શા અને દસ્તાવેજ પણ સળગાવ્યા હતા. તથા ઝાયડ્સ હોસ્પિટલ સામેના ગેરેજમાં સ્પાય કેમેરા સળગાવ્યાં હતા.
આણંદ કલેક્ટર હનીટ્રેપ કેસમાં સરકારની છબી બગડતા જ હવે મોટાપાયે તપાસ શરૂ કરાઈ છે. આણંદ કલેક્ટર હનીટ્રેપ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. LCBએ આરોપી જયેશ પટેલને સાથે રાખી આ મામલે તપાસ કરી હતી. જેમાં જયેશ પટેલે સંદેશર કેનાલમાં વીડિયોની હાર્ડ ડિસ્ક ફેંકી દીધી હતી. તેણે પુરાવાનો નાશ કરવા હાર્ડ ડિસ્ક કેનાલમાં ફેંકી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસ કેનાલમાં ફેંકેલી હાર્ડ ડિસ્ક શોધવામાં લાગી છે. ફાયર બ્રિગેડની મદદથી કેનાલમાં તપાસ શરૂ કરાઈ છે.
પોલીસની તપાસ બાદ કેનાલમાંથી સળગાવેલા સ્પાય કેમેરાના અવશેષ મળી આવ્યા છે. જયેશ પટેલે કેટલાક નક્શા અને દસ્તાવેજ પણ સળગાવ્યા હતા. FSL અધિકારીઓએ સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે. સાથે જ 2 CPU અને એક લેપટોપ પણ કબજે કર્યું છે. આરોપી જયેશ પટેલે ઝાયડ્સ હોસ્પિટલ સામે ગેરેજમાં સ્પાય કેમેરા સળગાવ્યાં હતા.
આણંદના કલેક્ટરને હનીટ્રેપમાં વિવાદાસ્પદ જમીનની ફાઈલ ક્લીયર કરીને કટકી કરવાની વાત સામે આવતા હવે તપાસમાં ACBએ પણ ઝંપલાવ્યુ છે. આણંદના કલેક્ટર ડી.એસ ગઢવીને ફસાવવા જતાં RAC કલેક્ટર કેતકી વ્યાસ અને તેના સાગરિત જયેશ પટેલ ફસાયા છે. કેતકી વ્યાસે અમદાવાદ અને વિરમગામમાં ખૂબ મોટા પ્રમાણમાં મિલકતો વસાવી હોવાનું, તેમજ જયેશ પટેલે વિદેશમાં પણ રોકાણ કર્યું હોવાની ચર્ચા છે. ત્યારે હવે ACBએ બંનેની મિલકતો અંગે વધુ તપાસ શરૂ કરી છે.
શું હતો સમગ્ર મામલો?
વિવાદીત જમીનના કેસની ફાઈલ ક્લિયર કરવા આણંદ કલેક્ટર ઓફિસના કર્મચારીઓએ આખું ષડયંત્ર રચ્યુ હતું. જેની મુખ્ય સૂત્રધાર કેતકી વ્યાસ નામની મહિલા છે. આણંદના રંગીન મિજાજી કલેક્ટરને ફસાવવા માટે સ્ટીંગ ઓપરેશન કરાયું હતું. કલેક્ટરની ગેરહાજરીમાં કેબિનમાં સ્પાય કેમેરા લગાવ્યા હતા. જયેશ પટેલ અને હરેશ ચાવડાએ સ્પાય કેમેરા ગોઠવ્યા હતા. આ માટે જયેશ પટેલ 3 સ્પાય કેમેરા ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવ્યા હતા. તો હરેશ ચાવડાએ હનીટ્રેપ માટે મહિલાની ગોઠવણ કરી હતી. અલગ અલગ દિવસે મહિલાને કલેક્ટરની ચેમ્બરમાં મોકલાઈ હતી. સ્ટીંગ ઓપરેશનમાં કલેક્ટરને ફસાવ્યા બાદ ધમકીઓનો દોર ચાલુ થયો હતો. મહિલાએ કલેક્ટરને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. જમીન ફાઈલ ક્લીયર ન કરે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. કલેક્ટરે આરોપીઓની વાત ન માનતા વીડિયો વાયરલ કરી દેવાયો હતો.