જાણો વરસાદ વિશે શું કહ્યું અંબાલાલ પટેલે, આ તારીખોમાં ભીંજાશે ગુજરાત, હવામાન વિભાગે પણ કરી આગાહી

by Dhwani Modi
Ambalal patel's rain prediction for august and september month, News Inside

Ambalal Patel| ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં 22 અને 23 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

હજુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની અછત: અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વખતે ઓગસ્ટ માસમાં વરસાદે ઘણો વિરામ લીધો છે, જેના કારણે ખેડૂતો મૂંજવણમાં મુકાયા હતા. પરંતુ વચ્ચે કંઈક અંશે થોડો વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. પરંતુ હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની અછત છે.

આ તારીખે કેટલાક વિસ્તારોમાં પડશે હળવો વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું કે, કોઈ સિસ્ટમ સક્રિય ન હોવા છતાં પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. 22, 23 અને 24 ઓગસ્ટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. 24, 25 અને 26 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.

પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સિસ્ટમ થશે સક્રિય
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 27 ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં એક વરસાદી સિસ્ટમનો વરસાદ આવવાની શક્યતા રહેશે. કારણ કે પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. સિસ્ટમ સક્રિય થતા બંગાળના ઉપસાગરમાં આવતા લો પ્રેશર બનશે. લોપ્રેશર બનતા 27 ઓગસ્ટ બાદ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે.

સપ્ટેમબરમાં વરસી શકે છે ભારે વરસાદ
આ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળશે. ઓક્ટોબર અને નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં વાવઝોડાની સંભાવના છે. વાવાઝોડાના પરિણામે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગે પણ કરી છે વરસાદની આગાહી
આપને જણાવી દઈએ કે, આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં કચ્છ, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દમણ, દાદરાનગર હવેલી, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, મહીસાગર, વડોદરા, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા અને પાટણનો સમાવેશ થાય છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વરસાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી સિમિત રહેશે. આજે દક્ષિણના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

Related Posts