હવેથી જુના-નવા વાહનની નંબર પ્લેટ બદલાવવા માટે ગુજરાતીઓએ સમય અને રૂપિયા વધુ ખર્ચવા પડશે, RTOએ લીધો મોટો નિર્ણય

by Dhwani Modi
New rule of RTO for number plate, News Inside

New rule of RTO| ગુજરાતના નાગરિકો પર વધુ એક ભારણ આવશે. RTO દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે, જેમાં હવેથી જૂની-નવી નંબર પ્લેટનું કામ RTO નહીં કરે, આ કામ હવેથી વાહન ડીલરો દ્વારા કરાશે. RTOના નવા નિયમ મુજબ હવેથી જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO દ્વારા કરવામાં આવશે નહીં. નંબર પ્લેટ બદલવાનું કામ હવે વાહન ડીલરો કરશે. ડીલરોએ સર્વિસ ચાર્જ ઉમેરતા પ્લેટ બદલવાનો ખર્ચ વધશે. સર્વિસ ચાર્જના વધારાનો બોજ હવે વાહન ચાલકો પર પડશે. એટલુ જ નહિ, નંબર પ્લેટ બદલવા માટે વાહન ડીલરો વાહન માલિકોને બે-બે ધક્કા ખવડાવશે. આ પહેલા RTO માં ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લઈને આ કામ એક દિવસમાં થઈ જતું હતું.

RTOનો નવો આદેશ
RTO કચેરીમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટનું કામ બંધ કરવા વાહન વિભાગે આદેશ કર્યો છે. હવે વાહનની નંબર પ્લેટ ડેમેજ થઈ હોય, ફિલ્મ દૂર થઈ હોય કે ખોવાઈ ગઈ હોય તો RTO કચેરીમાં આ પ્રકારનું કામ નહીં થાય. પરંતુ જ્યાંથી વાહનની ખરીદી કરી હશે તે ડીલરના શોરૂમ પર જ જૂના વાહનોની નંબર પ્લેટની કામગીરી થશે.

વાહન ડીલરોને કામગીરી સોંપાતા સર્વિસ ચાર્જ ઉમેરાશે
આ ઉપરાંત જૂના વાહનોની નંબર પ્લેટના કામ માટે વિવિધ દર નક્કી કરાયા હતા. પરંતુ હવે વાહન ડીલરોને કામગીરી સોંપાતા સર્વિસ ચાર્જ ઉમેરાશે. જેથી જૂના વાહનોમાં નંબર પ્લેટની કોઈપણ કામગીરી કરાવવાનો ખર્ચ વધશે. પહેલાં RTO કચેરીમાં ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લઈને જતાં ગ્રાહકનું કામ એક જ દિવસમાં થઈ જતું હતું. પરંતુ હવે વાહન ડીલરના શોરૂમ પર જઈને પહેલા પુરાવા અને ફી ભરવી પડશે. પછી બીજીવાર નંબર પ્લેટ ફીટ કરાવવા માટે ધક્કો ખાવો પડશે.

આ ઉપરાંત અત્યાર સુધી એક જ વાહનમાં ત્રીજી વખત નંબર પ્લેટ તૂટી જાય તો તેવા કિસ્સામાં કંપની પોલીસ ફરિયાદનો આગ્રહ રાખતી હતી. પરંતુ વાહન ડીલરો તો પ્રથમવાર નંબર પ્લેટ તૂટી જાય તો પોલીસ ફરિયાદનો આગ્રહ રાખી રહ્યા છે. પોતાની રીતે સર્વિસ ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે. નંબર પ્લેટનું કામ કરતી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થઇ જતાં આ કંપનીને RTO કચેરીમાંથી જગ્યા છોડવા આદેશ કરાયો છે. પરંતુ વાહન ડીલરોને જૂના કે નવા વાહનો માટે નંબર પ્લેટ પૂરી પાડવામાં આવશે.

Related Posts