Asia Cup 2023| એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. 17 સભ્યોવાળી આ ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. ટીમમાં કે એલ રાહુલ અને શ્રેયસ ઐય્યરની વાપસી થઈ છે. ટીમમાં એક પ્લેયરની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે. વર્લ્ડ કપ 2023ને જોતા આ ટુર્નામેન્ટ ખુબ મહત્વની રહેશે. આવામાં સિલેક્ટર્સે એક મજબૂત ટીમને એશિયા કપ માટે પસંદ કરી છે.
રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ એશિયા કપમાં પહેલી મેચ 2 સપ્ટેમ્બરના રોજ રમશે. આ મેચ પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકાના કેન્ડીમાં યોજાશે. ત્યારબાદ ભારતીય ટીમ બીજી ગ્રુપ મેચ નેપાળ વિરુદ્ધ 4 સપ્ટેમ્બરના રોજ રમશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન, અને નેપાળ એક જ ગ્રુપમાં છે. અહીંયા આપને જણાવી દઈએ કે એશિયા કપ પાકિસ્તાનની મેજબાનીમાં હાઈબ્રિડ મોડલના આધારે રમાઈ રહ્યો છે.
એશિયા કપ માટે ભારતની ટીમ
Here's the Rohit Sharma-led team for the upcoming #AsiaCup2023 🙌#TeamIndia pic.twitter.com/TdSyyChB0b
— BCCI (@BCCI) August 21, 2023
આ ખેલાડીઓની થઇ ભારતીય ટીમમાં વાપસી
ટીમ ઈન્ડિયામાં લાંબા સમય બાદ જસપ્રીત બુમરાહ, કે એલ રાહુલ અને શ્રેયસ ઐય્યરની વાપસી થઈ છે. આ ત્રણેય ખેલાડીઓ ઈજાગ્રસ્ત હતા. બુમરાહે આયરલેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં વાપસી કરી હતી. જ્યારે કે એલ રાહુલ અને શ્રેયસ ઐય્યર એશિયા કપમાં રમતા જોવા મળશે.
આ 6 ટીમ વચ્ચે રમાશે એશિયા કપ
આ વખતે એશિયા કપમાં લીગ સ્ટેજ, સુપર-4 અને ફાઈનલ મળીને કુલ 13 મેચ રમાશે. આ મેચોમાંથી 4 મેચ પાકિસ્તાનમાં રમાશે. જ્યારે ફાઈનલ સહિત બાકી 9 મેચ શ્રીલંકામાં રમાશે. એશિયા કપમાં આ વખતે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો રમી રહી છે. ભારત, પાકિસ્તાન અને નેપાળની ટીમ એક ગ્રુપમાં છે. જ્યારે બીજા ગ્રુપમાં ચેમ્પિયન શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે. જો ભારતીય ટીમ ફાઈનલ સુધી પહોંચે તો તે ટુર્નામેન્ટમાં કુલ 6 મેચ રમશે. આ વખતે એશિયા કપ વનડે ફોર્મેટમાં યોજાઈ રહ્યો છે. આવામાં આટલી મેચ રમવી એ વર્લ્ડ કપને ધ્યાનમાં લેતા ટીમ માટે સારી વાત ગણાશે.
આ સિલેક્શન કમિટીએ પસંદ કરી ટીમ
પૂર્વ ભારતીય ક્રિકેટર અજીત આગરકરના નેતૃત્વમાં શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જી, સલીલ અંકોલા, અને શ્રીધરન શરથની કમિટીએ ટીમ પસંદ કરી છે. સિલેક્શન મીટિંગમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પણ સામેલ થયા હતા.
એશિયા કપનું શિડ્યુલ
30 ઓગસ્ટ- પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ- મુલ્તાન
31 ઓગસ્ટ- બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા- કેન્ડી
2 સપ્ટેમ્બર- ભારત વિરુદ્ધ પાકિસ્તાન- કેન્ડી
3 સપ્ટેમ્બર- બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન- લાહોર
4 સપ્ટેમ્બર- ભારત વિરુદ્ધ નેપાળૃ કેન્ડી
5 સપ્ટેમ્બર- શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન – લાહોર
6 સપ્ટેમ્બર – A1 Vs B2 – લાહોર
9 સપ્ટેમ્બર – B1 vs B2 કોલંબો
10. સપ્ટેમ્બર- A1 vs A2 – કોલંબો
12 સપ્ટેમ્બર- A2 vs B1 – કોલંબો
14 સપ્ટેમ્બર- A1 vs B1 – કોલંબો
15 સપ્ટેમ્બર- A2 vs B2 – કોલંબો
17 સપ્ટેમ્બર- ફાઈનલ- કોલંબો