ઓનલાઇન ટિકિટ બુક કરતી વેબસાઇટને હેક કરી છેતરપિંડી આચરતા મહાઠગની સાયબર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

હરિયાણાનો 20 વર્ષીય આરોપી ઓનલાઇન હોટેલ, બસ, ટ્રેનની ટિકિટ બુકીંગ કરતી વેબસાઇટને બનાવતો હતો શિકાર

by Dhwani Modi
Online ticket booking website hacker arrested, News Inside

Ahmedabad| સાયબર ક્રાઇમના ગુન્હાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ચોર અને ઠગ ટોળકીઓ હવે ડિજિટલ ટેક્નોલોજીનો સહારો લઈને ડિજિટલ છેતરપિંડી આચરે છે. આવો જ એક સાયબર ઠગ અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમ કરી લોકોને શિકાર બનાવતી ટોળકીઓ સક્રિય થઇ છે. તેથી આવા ઠગ લોકોને સકંજામાં લેવા સાયબર ક્રાઇમ બ્રાન્ચે કવાયત હાથ ધરી છે. આવા જ એક સાયબર ઠગને હરિયાણાના હિસારથી ઝડપી પડ્યો છે.

હરિયાણાના હિસારમાં રહેતો 20 વર્ષીય આરોપી અમર હેરી કે જે છૂટક મજૂરી કામ કરે છે, તેના વિરુદ્ધમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં વેબસાઈટ/એપ્લિકેશન હેક કરી છેતરીપીંડી કરવા બાબતે ફરિયાદ નોંધાઈ છે. આરોપી અમર હેરી છેલ્લા દોઢ વર્ષથી આ જ રીતે વેબસાઈટ હેક કરીને છેતરપિંડીને અંજામ આપતો હતો.

આરોપી કેવી રીતે આચરતો છેતરપિંડી?
હરિયાણાના હિસારમાં રહેતા 20 વર્ષીય અમર હેરી ઓનલાઇન ટિકિટ બુકીંગ, હોટેલ બુકીંગ, એર ટિકિટબુકિંગ, ટ્રેન ટિકિટ બુકીંગ, બસ ટિકિટ બુકીંગ, મોબાઈલ રિચાર્જ, બિલ પેમેન્ટ જેવી પ્રવૃત્તિ કરતી વેબસાઈટ કે એપ્લિકેશનને હેક કરીને તે વેબ્સાઈટકે એપ્લિકેશન દ્વારા થતા બુકિંગના નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તે રીતની ગોઠવણ કરી જે-તે વેબસાઇટને ફક્ત 1 થી 2 રૂપિયા મળે તે રીતે છેતરપિંડી આચરતો હતો. આરોપી વિરુદ્ધ વેબસાઈટના માલિકે ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઠગે ફરિયાદીને કુલ રૂ. 7,35,123 જેટલી રકમની છેતરપિંડી આચરીને નુકસાન પહોચાડ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચે વિવિધ ડિવાઈસ કર્યા જપ્ત
છેતરપિંડી આચરનાર ઠગ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ગુનામાં ઉપયોગમાં લેવાયેલા જુદા જુદા ડિવાઇસ જપ્ત કર્યા છે. જેનો ઉપયોગ કરીને વિવિધ સોફ્ટવેર ટુલ્સ દ્વારા વેબસાઈટ હેક કરવાના કામને અંજામ આપતો હતો. આરોપી પહેલા તો જે વેબસાઈટ કે એપ્લિકેશનની પેમેન્ટ ફેસિલિટી નબળી હોય તેવી વેબસાઇટને શોધીને તેમાં હેકિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને બગ્સ ફિક્સ કરીને બાદમાં તેને બ્રીચ કરતો હતો. ત્યારબાદ જે-તે બ્રીચ કરેલ વેબસાઈટમાંથી હોટેલ બુકીંગ, એર ટિકિટ બુકીંગ, ટ્રેન ટિકિટ બુકીંગ, બસ ટિકિટ બુકીંગ, મોબાઈલ રિચાર્જ, બિલ પેમેન્ટ જેવી પ્રવૃત્તિ કરતો હતો. જેના બદલામાં વેબસાઈટ સંચાલકના ખાતામાંથી વેન્ડરને પૂરું પેમેન્ટ ચૂકવાય અને વેબસાઈટ સંચાલકનેજે રકમ મળવી જોઈએ તેના બદલામાં ફક્ત 1થી 2 રૂપિયા જ મળે અંબાકીનીરાકામ તેની પાસે આવે તે રીતે હેકિંગ કરતો હતો.

આરોપીની અન્ય ગુનાઓમાં પણ સંડોવણી
આરોપી અમર હેરી છેલ્લા દોઢ વર્ષથી આ છેતરપિંડીની પ્રવૃત્તિમાં જોડાયેલો છે. જેમાં તેણે ફરિયાદી સહીત અન્ય વેબસાઈટ સાથે ચેડાં કરીને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. અન્ય કેટલી કંપનીઓ સાથે આ રીતે ઠગાઈ કરી છે તે અંગે સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે અગાઉ આ રિઓતે હેક કરેલી વેબસાઈટ દ્વારા ટિકિટ બુક કરીને આરોપી રાજસ્થાનના જયપુરથી દિલ્હી ખાતે પહોંચ્યો હતો. જ્યાં તેને છેતરપિંડી દ્વારા હોટેલમાં રૂમ બુક કર્યો હતો. પરંતુ હોટેલ સ્ટાફને આ અંગેની જાણકારી મળતા બુકીંગ કેન્સલ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ આરોપી હરિયાણામાં એક છેડતીના ગુનામાં સંકળાયેલો હોવાની વિગતો સામે આવી છે.

Related Posts