Rajkot| અનેક સેલિબ્રિટી સહિત ઘણાં લોકો ચંદ્ર પર જમીન ખરીદવા લાગ્યા છે. ત્યારે હવે સુરતના વિજય કથીરિયા બાદ રાજકોટના યુવાનનું પણ નામ જોડાયું છે. રાજકોટમાં પત્નીને જન્મદિવસની ક્યારેય ન ભુલાય તેવી મૂલ્યવાન ગિફ્ટ આપવામાં આવી છે. રાજકોટના યુવાને ચંદ્ર પર જમીન ખરીદી છે. નોંધનીય છે કે, 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3 નું સફળ લેન્ડિંગ થયું છે, ત્યારે રાજકોટના યુવાને આ સાહસ ખેડયું છે. મહત્વનું છે કે ચેતન જોશીના પત્ની ખુશી જોશીનો જન્મદિવસ હોવાથી ચેતને ગિફ્ટ આપવા માટે ચંદ્ર પર એક એકર જમીન ખરીદી હતી.
પતિનાં સરપ્રાઈઝ ગિફ્ટ થી પત્ની ખુબજ ખુશ
રાજકોટના ચેતનભાઈ જોષીના જણાવાયા અનુસાર તેમને પત્નીને જન્મદિવસ પર ખુશ કરવા માટે અનોખી ગિફ્ટ આપવી હતી. બાઈક, કાર, ઘર, કપડા સહિતની અનેક વસ્તુ તો લોકો આપતા જ હોય છે, ત્યારે હાલ ચંદ્રયાન-3 સૌથી વધુ ટ્રેન્ડિંગમાં હોવાથી જમીન ખરીદવાનો વિચાર આવ્યો હતો. બાદમાં યુએસની કંપનીને અરજી કરી અને ફક્ત 15 દિવસની કાર્યવાહી પૂર્ણ કરી હતી. બાદમાં નાસામાં તેમણે પેમેન્ટ કરીને 1 એકર જમીન પોતાની પત્નીને ગીફ્ટ આપી છે.
પત્ની ખુશીબેન ખુબ ખુશ થયા હતા
લગભગ રૂ.૩ લાખ કિંમતે એક એકર જમીન લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પતિનાં સરપ્રાઈઝ ગિફ્ટથી પત્ની ખુશીની ખુશી બમણી થઈ ગઈ હતી. ચેતનભાઈ જોષીના પત્ની ખુશીબેને પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે મને કાંઈ જાણ જ ન હતી. પ્રથમ તો પોતે માન્યા પણ નહીં પછી તમામ કાગળો બતાવતા ખુશીબેન ખુબ ખુશ થયા હતા.