હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર, કુલ્લૂમાં ચાર માળની ઇમારત સહીત ઘણા મકાનો થયા જમીનદોસ્ત

by Dhwani Modi
building collapsed due to heavy landslide in Himachal's Kullu, News Inside

Himachal Pradesh| હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. કુલ્લૂના આની તાલુકામાં એક ચાર માળની ઈમારત સહિત કુલ ત્રણ ભવન ધરાશાયી થયા છે. હાલમાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી. ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે વીડિયોમાં એક શખ્સ કહી રહ્યો છે કે, આ ઘરમાં કેટલાય લોકો હતા. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, કુલ્લૂ જિલ્લાના આની બસ સ્ટેન્ડની નજીક આ ઘટના ઘટી છે. આની બસ સ્ટેન્ડ પાસે ઈમારતની પાછળથી લેન્ડસ્લાઈડ થઈ રહ્યું હતું. આ નાળાનું પાણી પણ ઈમારતની પાછળ પડી રહ્યું હતું. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, એકદમથી ઝાડ ડગમગવા લાગે છે અને બાદમાં ચાર માળના મકાન પર પડે છે અને આખું મકાન જમીનદોસ્ત થઈ જાય છે. મહત્વનું છે કે, આ ઘટનાનો વીડિયો કેટલાય લોકોએ બનાવ્યો છે. વીડિયોમાં એક શખ્સ કહી રહ્યો છે કે, બિલ્ડીંગમાં કેટલાય લોકો છે. આ દરમિયાન ઘટના સ્થળની આસપાસ અફરાતફરી મચી ગઈ હતી. કહેવાય છે કે પ્રશાસને એક અઠવાડીયા પહેલા જ આ બિલ્ડીંગ ખાલી કરવા માટે નોટિસ આપી છે.

એક વીડિયોમાં યુવક ભાગતો દેખાય છે. સાથે જ કહે છે કે ઓ માઈ ગોડ.. ઓ યારા યુવક સતત ભગવાનને યાદ કરતો દેખાય છે. ત્યાર બાદ ઘટનાસ્થળ પર ધૂળની ડમરી ઉડવા લાગે છે. આપને જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશમાં ગત 72 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. બુધવારે હિમાચલ પ્રદેશમાં વરસાદ અને લેન્ડસ્લાઈડના કારણે 11 લોકોના મોત થઈ ગયા હતા. ગુરુવારે પણ મૌસમ વિભાગે ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

 

Related Posts