રક્ષાબંધનના શુભ અવસરે ભાઈના કાંડા પર બાંધો આ રાખડી, ભાઈનું નસીબ ચમકી જશે

by Dhwani Modi
Hindu festival Rakshabandhan, News Inside

Hindu festival| હિંદુ ધર્મ શાસ્ત્રોમાં દરેક તહેવારનું પોતાનું મહત્વ છે. શ્રાવણ મહિનાની પૂનમના દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઇઓના કાંડા પર રક્ષા સૂત્ર બાંધીને તેમના લાંબા આયુષ્ય માટે કામના કરે છે. તો બીજી તરફ ભાઈઓ તેમની બહેનોને ગિફ્ટ આપી તેમની રક્ષાનું વચન આપે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.

રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને બજારો અત્યારથી જ રાખડીઓથી સજાવી દેવામાં આવ્યા છે. બજારમાં રાખડીઓની અનેક ડિઝાઇન ઉપલબ્ધ છે. તેવામાં કેટલીક રાખડી ભાઈ માટે લકી સાબિત થાય છે. આજે આપણે રૂદ્રાક્ષની રાખડી અને ચાંદીની રાખડીના ફાયદા વિશે જણાવીશું. આમાંથી કોઈપણ રાખડી ભાઈના કાંડા પર બાંધવાથી તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આજે આપણે જાણીએ કે રક્ષાબંધન પર ભાઈના કાંડા પર કઈ રાખડી બાંધવી શુભ રહેશે અને કઈ રાખડી ભાઈનું નસીબ ચમકાવી શકે છે.

ભાઈના કાંડા પર બાંધો આ પ્રકારની રાખડી
ચાંદીની રાખડી – જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે રક્ષાબંધન પર તમે તમારા ભાઈને ચાંદીની રાખડી બાંધી શકો છો અથવા તો બજારમાં ચાંદીની બંગડીઓ પણ ઉપલબ્ધ છે. એવું કહેવાય છે કે ચાંદી ચંદ્રનું પ્રતીક અને મનનું કારક છે. ચાંદીની રાખડી પહેરવાથી વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર દોષ દૂર થાય છે. નબળો ચંદ્ર મજબૂત અને મન સ્થિર રહેશે. ભાઈના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.

રુદ્રાક્ષ સાથે રાખડી – આપને જણાવી દઈએ કે આ ખાસ અવસર પર બહેનો પોતાના ભાઈના કાંડા પર રુદ્રાક્ષ સાથે રાખડી બાંધી શકે છે. એવું કહેવાય છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે અને તેને ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રૂદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિના રોગો અને દોષ દૂર થઈ જાય છે. અને રુદ્રાક્ષ ધારણ કરવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે.

લાલ કે પીળા રંગની રાખડી – શાસ્ત્રોમાં લાલ અને પીળા રંગને શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે લાલ રંગની રાખડી પહેરવાથી સૂર્ય બળવાન બને છે અને પીળા રંગની રાખડી પહેરવાથી ગુરુ બળવાન બને છે. ભાઈના કાંડા પર લાલ-પીળી રાખડી બાંધવાથી આ બંને ગ્રહ બળવાન બને છે અને દેવી લક્ષ્મીની કૃપા વર્ષભર બની રહે છે.

તમને જણાવી દઇએ કે સૂર્યના બળના કારણે વ્યક્તિ દરેક ક્ષેત્રમાં પ્રગતિ હાંસિલ કરે છે. તેમજ પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. બીજી તરફ ગુરુના બળને કારણે વ્યક્તિના જીવનમાં શુભ કાર્યોની રચના થાય છે. શિક્ષણ ક્ષેત્રે પણ સફળતા મળે છે.

Related Posts